________________
४८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લાવણ્ય, બળ કે ભગવાનના અન્ય વિશિષ્ટ પુણ્યના, અતિશયોના, સમવસરણ આદિ ઐશ્વર્યના ગુણગાન કરવામાં જ જે અટકી રહે છે તે જીવ આત્માનો અર્થી નથી, પણ મતાથ છે.
જેને જન્મ-મરણનાં દુઃખનો થાક લાગ્યો હોય અને આત્માના અનુભવની ધગશ જાગી હોય, તે ગરજવાન બની જિનના અંતરંગ સ્વરૂપને સમજીને આત્મહિત સાધે છે, પરંતુ મતાર્થી જીવ જિનની બાહ્ય ઓળખાણમાં રોકાઈ જાય છે. જિનનો સ્વભાવ જ્ઞાનદર્શનમય તેમજ અમૂર્તિક છે અને પુદ્ગલથી બનેલ જિનનો દેહ - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો હોવાથી મૂર્તિક છે. મતાર્થી જીવને આ ભેદ ભાસતો નથી અને શરીરની પરિણતિને જિનની પરિણતિ માની લે છે. જિનની વીતરાગદશા ભૂલી જઈને તે તેમનાં શરીરાદિની ઓળખાણમાં જ સાર્થકતા માનીને ત્યાં જ પોતાનો પુરુષાર્થ સીમિત કરી લે છે. તેને બાહ્ય ઓળખાણમાં એવી તૃપ્તિ વર્તે છે કે તેમાંથી આગળ વધીને જિનેશ્વરનું અંતરંગ સ્વરૂપ સમજવાની જરૂર જ લાગતી નથી અને તેથી તે માટેના પ્રયત્ન પણ તે કરતો નથી. યથાર્થ ઓળખાણના અભાવમાં તે જિન ભગવાનની સાચી સ્તુતિ-ઉપાસના કરી શકતો નથી.
જિનેશ્વરદેવનાં શરીર, રૂ૫, લાવણ્ય, છત્ર અને ધ્વજ વગેરેનું વર્ણન કરવાથી વાસ્તવિક પ્રશંસા થતી નથી; અર્થાત્ પારમાર્થિક પ્રશંસા થતી નથી. તે સર્વના ગુણગ્રામ કરવા તે વ્યવહાર સ્તુતિ છે અને વીતરાગ આત્માને વિષે વર્તતા એવા જ્ઞાનાદિ ગુણોની પ્રશંસા કરવી તે નિશ્ચય સ્તુતિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે શરીર આદિના વર્ણનરૂપ પ્રશંસાની વ્યવહાર સ્તુતિ (ઉપચાર સ્તુતિ)માં ગણના થાય છે અને જેના રાગાદિ દૂર થયા છે એવા આત્માને વિષે વર્તતા કેવળજ્ઞાનાદિ ગુણોની પ્રશંસા કરવી તેની નિશ્ચય સ્તુતિ(વાસ્તવિક સ્તુતિ)માં ગણના થાય છે. આ તથ્ય ઉપર પ્રકાશ નાખતાં આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં લખે છે કે જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, તેમ આત્મા અને શરીરને પરસ્પર એક ક્ષેત્રમાં રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર થાય છે. આમ, વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું જેનો સ્વભાવ છે એવાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૨૪,૧૨૫
'शरीररूपलावण्यवप्रच्छत्रध्वजादिभिः । वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ।। व्यवहारस्तुतिः सेयं वीतरागात्मवर्तिनाम् । ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org