________________
ગાથા-૨૫
૪૮૫
સુવર્ણ અને સફેદપણું જેનો સ્વભાવ છે એવાં ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી તે બન્ને વચ્ચે એકપદાર્થપણાની અસિદ્ધિ છે, તેથી અનેકપણું જ છે. તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ અનુક્રમે જેનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીર અત્યંત ભિન્ન હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી, પણ ત્યાં અનેકપણું જ છે. જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ' એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે પરમાર્થથી શુક્લરક્તપણું તીર્થંકરનો સ્વભાવ નહીં હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુક્લરક્તપણું વગે૨ે, તેના સ્તવનથી તીર્થંકરની ‘શુક્લરક્ત તીર્થંકર' એવાં શબ્દો વડે સ્તુતિ કરવામાં આવે છે. આ સ્તવના વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે, પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન થતું જ નથી. જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે, માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે, તેના નામથી જ સુવર્ણ નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુક્લરક્તપણું વગેરે, તેનો તીર્થંકરમાં અભાવ છે, માટે નિશ્ચયથી શરીરના શુક્લરક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકરનું સ્તવન નથી થતું, તીર્થંકરના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકરનું સ્તવન થાય છે.૧
ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે યથાર્થ જ કહ્યું છે
‘સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિ ધામે ર
જે આત્મા અરિહંત પરમાત્માના ગુણોને ઓળખી તેમની સેવા કરે છે, તે આત્મા જ શુદ્ધ સમ્યગ્દર્શન પામે છે અને જ્ઞાન (યથાર્થ અવબોધ), ચારિત્ર (સ્વરૂપરમણતા), ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૨૭-૨૯
'ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु इक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदावि एकट्ठो ।। इणमण्णं जीवादो देहं पुग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो बंदिदो मए केवली મવું || तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणो थुणदि जो सो तच्चं केवलिं थुणदि ।। '
૨- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી મહાવીર ભગવાનનું સ્તવન, કડી પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org