________________
૬૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને તેમના અદમ્ય આત્મપ્રભાવનું અચિંત્ય માહાત્મ ભાસે તેને જ જ્ઞાનીઓએ સાચી પ્રાતિ' કહી છે.
આત્માર્થી જીવને સદ્ગુરુની પ્રાપ્તિ થતાં આનંદ અને ઉમળકો આવે છે, પ્રસન્નતા અને પવિત્રતા અનુભવાય છે, તેના અંતરમાં ન ભૂંસાય એવી અપૂર્વ છાપ પડે છે. આત્માર્થી જીવના અંતરમાં એક જ ઘોલન હોય છે કે કઈ રીતે હું મારા આત્માને સાધું? કઈ રીતે મારા આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રને પ્રગટ કરું?' આત્મામાં સતત આવી ધૂન વર્તતી હોવાથી, જેમ ધનનો અર્થી રાજાને જોતાં જ પ્રસન્ન થાય છે અને તેને વિશ્વાસ આવે છે કે હવે મને ધન મળશે ને મારી દરિદ્રતા ટળશે', તેમ આત્માર્થી જીવ આત્મકલ્યાણનો ઉપાય દર્શાવનાર સદ્ગુરુની પ્રાપ્તિ થતાં જ પ્રસન્ન થાય છે કે મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર સદ્ગુરુ મળ્યા છે, તેથી હવે સંસારદુઃખ ટળશે અને મોક્ષસુખ મળશે.' સદ્ગુરુની જ્વલંત મુખમુદ્રાનાં દર્શનથી તેનો આત્મા ઉલ્લસી જાય છે કે “અહા! કેવી અદ્ભુત આપની દશા! મને પણ આવી શાંતિ, આવી પ્રસન્નતા, આવી વીતરાગતા જોઈએ છે.' તેને પ્રમોદ થાય છે કે ‘સદ્ગુરુ ચૈતન્યને કેવા સાધી રહ્યા છે!' તેમની સિદ્ધિ જોતાં તેને પ્રેરણા મળે છે કે હું પણ આ રીતે ચૈતન્યને સાધું.' આમ, તેને આરાધનાનો ઉત્સાહ જાગે છે, પુરુષાર્થના ભાવ વર્ધમાન થાય છે, સ્વરૂપલક્ષ ભણી તે સહેજે વળે છે અને તેની પાત્રતાની વિશુદ્ધિ તેમજ વૃદ્ધિ થાય છે.
આમ, સદ્ગુરુની પ્રાપ્તિથી આત્માર્થી ખૂબ ઉલ્લસિત થઈ જાય છે. જેમ શીખ ઋતુના તાપથી સંતપ્ત થયેલો જીવ જ્યારે સરોવર તરફ જાય છે, ત્યારે ઠંડી હવા આવતાં તેને ખાતરી થઈ જાય છે કે નક્કી પાણી હવે ક્યાંક નજીકમાં જ છે; તેમ સંસારભ્રમણનાં દુઃખથી સંતપ્ત થયેલા આત્માથી જીવને જ્યારે મોક્ષની પ્રત્યક્ષ મૂર્તિ સમાન સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે, ત્યારે તેને અંતરમાં હળવાશ અને શાંતિના ભણકારા વાગે છે. તેને અંતરમાં એવો નિશ્ચય પ્રગટે છે, એવું શ્રદ્ધાન પ્રગટે છે કે મારે જે જોઈએ છે તે મને અહીંથી મળશે જ.’ તેને દઢ નિશ્ચય થાય છે કે “મને મોક્ષ જોઈએ છે અને સદ્ગુરુના આશ્રયે જો હું સવળો પુરુષાર્થ કરું તો અવશ્ય મોક્ષને સાધી શકું એમ છું.' આ રીતે સદ્ગુરુની પ્રાપ્તિથી આત્માર્થીને મોક્ષની શીતળ હવા અનુભવમાં આવે છે અને મોક્ષ નિકટ જ છે એમ તેને નિઃસંદેહ ખાતરી થઈ જાય છે. પૂર્વે કદી નહીં અનુભવેલી એવી શાંતિ તેનાં પરિણામમાં વેદાય છે. સદ્દગુરુનો યોગ તેને પરમ ઉપકારી ભાસે છે.
પ્રત્યક્ષ સગુરુની પ્રાપ્તિને આત્માર્થી મોટો ઉપકાર - બીજા બધા કરતાં અધિક ચડિયાતો એવો પરમ ઉપકાર ગણે છે. શાસ્ત્રાદિના સ્વાધ્યાયથી જે શંકાઓનું સમાધાન થઈ શકતું નથી, તે સમાધાન સદ્ગુરુના યોગથી સમજાય છે અને જે દોષો ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org