________________
ગાથા-૩૫
૬૩૧
કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે.”
કોઈ પણ પ્રકારે જીવ પોતાની મતિકલ્પનાએ કરી સતુને પ્રાપ્ત કરી શકતો નથી. પોતાની કલ્પનાએ તથા ઇચ્છાએ ઉપાયો કરે તો સ્વછંદ વધે છે, પણ સત્ પ્રાપ્ત થતું નથી. તેથી સદ્ગુરુના ચરણે સર્વસમર્પિત થાય ત્યારે કાર્યની શરૂઆત થાય છે. એ થયા પછી પોતાને હિતકારી શું? અહિતકારી શું? પોતે શું કરવું? શું ન કરવું?' એ બધું સમજાતું જાય છે. જેને એકમાત્ર અખંડ, અકષાયી, જ્ઞાતા-દ્રષ્ટારૂપ પોતાના સહજાનંદી સ્વરૂપને પામવાની ઇચ્છા છે તેને, જેમણે પોતાનું કલ્યાણ કર્યું છે એવા જ્ઞાનીપુરુષની આવશ્યકતા તથા તેમનો મહિમા સમજાય છે. આત્માર્થી જીવને એ વાતનો નિર્ધાર હોય છે કે પૂર્ણ સુખનો પૂર્ણ માર્ગ આત્મજ્ઞાની પ્રત્યક્ષ સત્પરુષ જ બતાવી શકે તેમ છે અને તેમની આજ્ઞાનો આરાધક નિઃસંશય પરમાર્થને પામી શકે છે, અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ પામી શકે છે.
સતુને પ્રાપ્ત કરનાર સદેહે વિદ્યમાન એવા પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા સત્ની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે એમ આત્માર્થી જીવને અખંડ નિશ્ચય થયો હોવાથી પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ દુર્લભ યોગ મને પ્રાપ્ત થાય તો તે મારા ભાગ્યનો પરમ મહોદય છે' એમ તે માને છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિયાદિ ગુણો પ્રગટ્યા છે જેને એવા આત્માર્થી જીવને કોઈક જ્ઞાનીપુરુષના પરમોપકારી સમાગમની તીવ્ર ઇચ્છા રહ્યા કરે છે. પૂર્વના પરમાર્થપુણ્યનો ઉદય સંપ્રાપ્ત થતાં કોઈક ધન્ય પળે પોતાના પૂર્વના શુભ ઋણાનુબંધી જ્ઞાનીપુરુષના સમાગમનો સુયોગ થાય છે ત્યારે તે જીવ જ્ઞાનીપુરુષને ગુણલક્ષણથી ઓળખી લે છે અને તેમના પવિત્ર ચરણકમળનો આશ્રય સ્વીકારે છે. પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો પરમ આનંદ તે વેદે છે. અહીં શ્રીમદે પ્રયોજેલ “પ્રાપ્તિ' શબ્દની અર્થગંભીરતા સમજવા યોગ્ય છે. “પ્રાપ્તિ' શબ્દ માત્ર સંયોગસૂચક નથી, પણ તે ‘ઓળખાણપૂર્વકનો યોગ' સૂચવે છે. સદ્ગુરુ આત્મજ્ઞાની છે કે નહીં એવી તેમની ઓળખાણ કર્યા વિના માત્ર ઋણાનુબંધ આદિ કારણોથી જીવ તેમની તરફ આકર્ષાય તો એટલામાત્રથી પ્રયોજનસિદ્ધિ થતી નથી. “આ પુરુષ આત્મજ્ઞાની છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે' એવી ઓળખાણપૂર્વકનો યોગ થાય તો જ પરમાર્થ અપેક્ષાએ સદ્ગુરુની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. સદ્ગુરુના આત્મચારિત્રની પરખ દ્વારા તેમને યથાર્થપણે ઓળખી, તેમના અલૌકિક આત્મગુણોનો અહોભાવ લાવે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૧ (પત્રાંક-૧૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org