SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦ ૨૬૧ જાણે છે તેમણે સર્વ શ્રુત જાણી લીધાં, તેમને સર્વ શાસ્ત્ર હૃદયગત થઈ ગયાં.૧ આત્મજ્ઞ હોવાથી તેમને અદ્ભુત શાસ્ત્રજ્ઞપણું હોય છે. આત્મજ્ઞાનથી તેમને સર્વ આગમજ્ઞાન થયું હોય છે. જેને આગમજ્ઞાન હોય અને આત્મજ્ઞાન ન હોય તેને પરમશ્રુત ન કહી શકાય, કારણ કે તેને શબ્દશ્રુતના સદ્ભાવમાં પણ ભાવશ્રુતનો અભાવ હોય છે. તે જ્ઞાનસ્વરૂપ નિજાત્માને જાણતો નહીં હોવાથી આગમનો અભ્યાસ હોવા છતાં પણ તે શાસ્ત્ર નથી જાણતો. આત્મજ્ઞાનના અભાવવાળા વિદ્વાનો અનેક શાસ્ત્રો વાંચે તોપણ તેમને સંસાર કહ્યો છે. આથી વિપરીત, જેમણે દેહાદિથી ભિન્ન એવા આત્માને જાણ્યો છે, તેમણે અલ્પ શાસ્ત્રો વાંચ્યા હોય કે શાસ્ત્રો મુખપાઠ ન હોય તોપણ સર્વ શ્રુતનું રહસ્ય જાણી લીધું હોવાથી તેઓ મુક્ત થઈ જાય છે.૪ આત્માના અનુભવનો આવો અદ્ભુત મહિમા છે. આત્મજ્ઞાનીના ઉરમાં સર્વ આગમભેદ વસ્યા છે. જ્ઞાનીપુરુષનું આવું પરમશ્રુત વાણીરૂપે પ્રગટ થાય છે ત્યારે તેમાં બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર સમાયેલો હોય છે. તેમની વાણી કોઈ પણ નય અથવા અપેક્ષા ન દુભાય એવી પૂર્વાપર અવિરોધયુક્ત અને ન્યાયગર્ભિત હોય છે. તેમનું કથન સહજપણે, સરળપણે, સ્પષ્ટપણે અને એકધારે વહેતું હોય છે. તેમાં અસંદિગ્ધતા હોય છે અને તે ન્યૂનાધિકતા કે વિપરીતતાથી રહિત હોય છે. તે કથનો સાપેક્ષદષ્ટિયુક્ત હોય છે અને તેમાં ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ આચારનું પ્રતિપાદન સહજપણે હોય છે. તેમની વાણી સર્વનયાત્મક વર્તે છે. શ્રીમદ્ લખે છે ‘તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, ‘યોગસાર’, ગાથા ૯૫ ‘નો ગપ્પા સુદ્ઘ વિ મુળદ્ અનુ-સરીર-વિભિન્તુ । सो जाइ सत्थई सयल सासय सुक्खहं लीणु ।।' ૨- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, ‘કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૪૬૬ 'जो गवि जाणदि अप्पं णाणसरूवं सरीरदो भिण्णं । सो वि जाणदि सत्यं आगमपाढं कुणंतो वि ।। ' ૩- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, ‘યોગસાર', અધિકાર ૭, શ્લોક ૪૩,૪૪ ‘ગાત્મ-ધ્યાન-રતિજ્ઞેયં વિદ્વતાયાઃ परं फलम् I अशेष-शास्त्र- शास्तृत्वं संसारोऽभाषि धीधनैः ।। संसार: पुत्र- दारादिः पुंसां संमूढचेतसाम् । विदुषां शास्त्रमध्यात्मरहितात्मनाम् ।।' संसारो ૪- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર’, શ્લોક ૯૪ 'विदिता शेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिर्ज्ञातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy