________________
૨૬૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો “નચ'નો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ.
પરમાગમનાં અતુલ અર્થ અને રહસ્યને સદ્ગુરુ જાણતા હોવાથી તેમની વાણી ગહન સત્યો અને અમૂલ્ય તથ્યોથી ભરેલી હોય છે. અનેક શાસ્ત્રોનાં ઊંડાણને સમાવીને બેઠેલ તેમનાં વચનામૃતો તાત્પર્યભૂત કથનોનો ખજાનો છે. તેમના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં હોય છે, જેના બળ વડે જીવ નિર્વાણમાર્ગને પામે છે. તેથી જ્ઞાનીના એક શબ્દથી, એક વચનથી જીવ જાગે અને તેને આરાધે તો તે બધાં શાસ્ત્રોનો સાર પામે છે અને અનંત આગમનું રહસ્ય તેને હૃદયગત થાય છે. તેમનાં આત્મપ્રેરક વચનોનું સ્મરણ કરતાં, ચિંતન કરતાં, ભાવન કરતાં સ્વરૂપની ઓળખાણનું કાર્ય સહેલું થઈ જાય છે. તે પરમકૃતમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થતાં મુમુક્ષુ જીવ ભાવશ્રુતજ્ઞાનદશા પામે છે.
આમ, શ્રીમદે આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ, અપૂર્વ વાણી અને પરમશ્રત એ સદ્ગુરુયોગ્ય લક્ષણો બતાવ્યાં. આ લક્ષણો સર્વ સરુઓમાં અવશ્ય ઘટે છે અને અસગુરુઓમાં તે હોતાં નથી. આ લક્ષણો મુખ્યપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્ગુરુનાં છે. આ ઉપદેશક પ્રવૃત્તિ છ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય છે. છ ગુણસ્થાનકે તેઓ સંપૂર્ણ વીતરાગદશાને અને કેવળજ્ઞાનને પામ્યા નથી. તે ગુણોની સંપૂર્ણતા તો તેરમા ગુણસ્થાનકે વર્તતા શ્રી જિન તીર્થંકરાદિમાં હોય છે, તેથી યથાર્થ માર્ગ-ઉપદેશકપણું તો તેરમાં ગુણસ્થાનકે જ ઘટે છે; પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે પૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાની પ્રાપ્તિ માટે જેમનો નિરંતર પુરુષાર્થ છે, તે દશા પામવાનાં માર્ગસાધન પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષોનાં આશ્રયવચનથી જેમણે જાણ્યાં છે, પ્રતીત કર્યા છે, અનુભવ્યાં છે તથા એ માર્ગસાધનની ઉપાસનાથી જેમની દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે અને જેમના નિમિત્તે શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગુરુની તથા એમનાં સ્વરૂપની ઓળખાણ થાય છે, તેમને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપે છે.
ચોથા ગુણસ્થાને માર્ગની, આત્માની, તત્ત્વની ઓળખાણ-પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે. પાંચમામાં દેશવિરતિપણાના કારણે ચોથા કરતાં વિશેષ છે, તથાપિ છઠ્ઠા સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. ચોથા-પાંચમા ગુણસ્થાનકે બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ વર્તે છે અને આ બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થવ્યવહાર ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૬-૨૬૭ (પત્રાંક-૨૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org