________________
ગાથા-૧૦
૨૬૩
છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે, તેથી ત્યાં માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે. ચોથાથી નીચેનાં ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમ કે ત્યાં આત્માદિની ઓળખાણ-પ્રતીતિ નથી, તેમજ સમ્યક્ વિરતિ પણ નથી; અને એ બને ન હોવા છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ છે - માર્ગનું વિરોધપણું છે. તેથી ઉપદેશક ગુણસ્થાનક છડ્યું અને તેરમું છે, સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવતી છે, તેથી ઉપદેશક પ્રવૃત્તિ ત્યાં સંભવતી નથી.
યથાર્થ ઉપદેશકપણું જેમને વિષે ઘટે છે એવા આત્મજ્ઞાનાદિ લક્ષણસંપન સદ્દગુરુ જ સાચા માર્ગદર્શક બની સાધકને માર્ગે ચડાવે છે. તેથી જેણે આત્માનું કલ્યાણ સાધવું છે, આત્માના સસુખનો પંથ લેવો છે, તેણે સદ્દગુરુનાં લક્ષણ જાણી તેમની ઓળખાણ કરવી જોઈએ. શાસ્ત્રનું આટલું જ્ઞાન હોવું જોઈએ, આટલું ભણ્યા હોવા જોઈએ, આટલી ઉંમર હોવી જોઈએ, આટલી ક્રિયા કરતા હોવા જોઈએ વગેરે સદ્ગુરુની ઓળખાણનું ધોરણ નથી. શ્રી કાનજીસ્વામી કહે છે કે –
‘લોકો બાહ્ય પ્રવૃત્તિના યોગને માત્ર જુએ છે પણ અંતરંગ ગુણોની પરીક્ષા કરતા નથી એટલે સાચા સદગુરુની ઓળખાણ વિના રખડવું થયું છે; કદાચ પોતાની પાત્રતા વિના સપુરુષ છે એમ ઓઘે જાણ્યું તોપણ જ્ઞાની મળ્યાનો પોતાને લાભ ન થયો.’૧
સગુરુનાં અદ્ભુત લક્ષણો સમજવા મુમુક્ષુતા જોઈએ, અંતર્દષ્ટિ જોઈએ. તેમનાં મન, વચન અને કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં તથા શુદ્ધ અંતરંગ પરિણતિનાં અદ્ભુત રહસ્યનો પાર કોઈ મહાભાગ્યશાળી, આસનભવ્ય, ઉત્તમ મુમુક્ષુ જીવ પામી શકે છે. મુમુક્ષુ પોતાના જ્ઞાનનેત્રોથી મહાત્માને ઓળખી લે છે. માત્ર એક જ્ઞાની જ બીજા જ્ઞાનીને ઓળખી શકે એવું નથી, પરંતુ સાચા મુમુક્ષુનાં નેત્રો પણ જ્ઞાનીને ઓળખી લે છે. ચર્મચક્ષુથી તો માત્ર બાહ્ય પરિસ્થિતિ જ દેખાય છે, જ્યારે જ્ઞાનનેત્રોથી અંતરચેષ્ટા પકડમાં આવે છે; તેથી અંતરંગ પરિણતિની ઓળખાણ કરવા માટે જીવમાં ઉત્તમ પ્રકારની પાત્રતા હોવી ઘટે.
સુપાત્રતાયુક્ત મુમુક્ષુ જીવ આત્માનો સાચો ખપી થઈને, વારંવાર સગુરુનો સમાગમ કરીને, તેમના વ્યક્તિત્વમાં રહેલી દિવ્યતા, આત્મદષ્ટિ, ઉદાસીનતા આદિને ઓળખવાનો પ્રયત્ન કરે છે તથા પોતાની મુમુક્ષુદશા વર્ધમાન કરવાનો અને પોતાના દોષો દૂર કરવાનો નિરંતર પુરુષાર્થ કરે છે. આ નિષ્ઠાયુક્ત પ્રયાસથી તેનામાં ક્રમે કરીને એક એવી દૃષ્ટિ ઊગે છે કે જેના પ્રતાપે તેને સદ્ગુરુની ઓળખાણ થાય છે. સદ્ગુરુની ઓળખાણ દ્વારા તેને આત્મલક્ષ થાય છે અને પ્રયોગાત્મક અભ્યાસના બળથી ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org