________________
૨૬O
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વચનોનું શ્રવણ હંમેશાં સુખકારી હોય છે, સાંભળનારને પ્રિય લાગે છે, તેના સર્વ પ્રકારના સંશયોને દૂર કરે છે અને તેના મિથ્યાત્વરૂપ રોગને મટાડે છે. તેઓ બોલે ત્યારે તેમના મુખરૂપી ચંદ્રમાંથી અમૃત ઝરતું અનુભવાય છે. ૧
| જિજ્ઞાસુ જીવ સદ્ગુરુના વાણીયોગ દરમ્યાન તેમની ઉત્કૃષ્ટ ભાષાસમિતિ, સતત અંતર્મુખતા, સ્વરૂપ પ્રત્યેનું વલણ, વીતરાગી કરુણા, સ્વાનુભૂતિની ખુમારી આદિ ઉત્તમોત્તમ અંતરંગ લક્ષણોને પોતાની કુશાગ્રબુદ્ધિ વડે ઝીલી, આત્મસાત્ કરવા પ્રયત્ન કરે છે. ગુરુની અપૂર્વ વાણીનું અચિંત્ય માહાભ્ય અંતરમાં વસ્યું હોવાથી અને તેને અલૌકિક સમજીને એની વિચારણા કરતો હોવાથી તેને સ્વકલ્યાણનો પંથ દૃષ્ટિગોચર થયા વિના રહેતો નથી. તેમનાં વચનામૃતના આશ્રયથી અનંત અવ્યાબાધ પદમાં સ્થિતિ પામવાની શ્રદ્ધા વૃદ્ધિગત થતી જાય છે. જેમ જેમ ચિત્તનું શુદ્ધત્વ અને સ્થિરત્વ પ્રગટે છે, તેમ તેમ તેમનાં વચનોની વિચારણા યથાયોગ્યપણે થઈ શકે છે. અસીમ જ્ઞાનસામર્થ્યથી ભરપૂર એવાં આ વચનામૃતનો દઢ આશ્રય કરવામાં આવે તો બંધ-નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે અને સર્વ સાધન સુલભ થાય છે. તેમની વાણીના ચમત્કારભર્યા સ્પર્શથી ગુણોની વસંત ખીલી ઊઠે છે અને એ વાણીની ઝંઝાવાતી અસર દોષોને મૂળથી ઉખેડી નાંખે છે. સ્વાનુભવ-અમૃતની હેલી થવા પૂર્વે તેમનાં વચનરૂપી અમૃતનાં છાંટણાંના પ્રભાવે મોહ અને વિભાવનાં વિષ ત્વરાથી ઊતરવા માંડે છે. જિજ્ઞાસાપૂર્વક, લક્ષપૂર્વક તેમજ ઉલ્લાસપૂર્વક તેમના બોધના શ્રવણથી મુમુક્ષુના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. તેની પાર્થિવ વૃત્તિ પલટાય છે, અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલી આવતી તેની મિથ્યાદષ્ટિ ટળી જઈ સમ્યગ્દષ્ટિનો ઉદય થાય છે. તેના પરિણામે ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરતો કરતો તે શુદ્ધતાને પામે છે. આમ, જ્ઞાનીની વાણી અપૂર્વ હોય છે અને અન્ય જીવોને આત્માનુભવની અપૂર્વ દશામાં પ્રવેશ કરાવવામાં નિમિત્તરૂપ બને છે.
(૫) “પરમશ્રુત'
પરમકૃત એટલે પ્રદર્શનનાં રહસ્યને, શાસ્ત્રોના મર્મને અનુભવથી જાણનાર. વાણીધર્મે વર્તતા શ્રુતથી કોઈ પણ નય ન દુભાય એમ સાપેક્ષપણે તેઓ વર્તે છે, જે તેમનો પરમશ્રુત ગુણ સૂચવે છે.
આત્માને અનુભવનાર જ્ઞાનીએ સર્વ દર્શનનાં તત્ત્વોને સમ્યક પ્રકારે સમજી લીધાં હોય છે. સર્વ શ્રુતનો પરમ મર્મ તેમણે જાણી લીધો હોય છે. જે પોતાના આત્માને ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૬, કડી ર
જગ સહિતકર સબ અહિતકર, શ્રુતિ સુખદ સબ સંશય હ; ભ્રમરોગ-હર જિનકે વચન, મુખચન્દ્રૌં અમૃત ઝરૈ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org