________________
૫૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કરે છે. ધર્મપ્રચાર અને શાસનપ્રભાવનાનાં મોહક મોહરાં પહેરીને તેઓ લોકહિતાર્થે થતાં કાર્યો દ્વારા પણ અહંની જ પુષ્ટિ કરે છે. પ્રભાવનાના પવિત્ર નામે સામૈયાઓ, સન્માન-સમારંભો, પૂજનો, મહોત્સવો, પ્રતિષ્ઠાઓ વગેરે દ્વારા પોતાનો અહં જ પોષતા હોય છે. નિર્ગથરૂપે દીક્ષિત તથા તપથી સંયુક્ત સાધુ પણ જો માનપુષ્ટિ અર્થે આવાં કાર્યો કરે તો તેનું આચરણ લૌકિક માર્ગે જ થયું ગણાય.
સાચા સાધુ વંદન, પૂજન, અર્ચન, સત્કાર, સન્માનાદિને બિલકુલ ઇચ્છતા નથી. તેઓ એટલા આત્મનિર્ભર હોય છે કે બીજા તરફથી મળતા માનથી તેઓ હર્ષિત થતા નથી અને અન્ય તરફથી મળતી અવહેલનાથી તેઓ ચલિત થતા નથી. પરંતુ જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેષધારી હોય તોપણ સંસારી છે. મતાર્થી જીવ સન્માન મેળવવા ઝૂરે છે અને અવહેલનાથી ડરે છે. તે સત્કાર આદિની પ્રાપ્તિનો લોભી હોય છે. તે સાધુવેષ ગ્રહણ કરીને સાધુદશાની પ્રાપ્તિ ન થઈ હોવા છતાં બાહ્ય વેષ અને વ્રત-તપમાં રક્ત બનીને હું સાધુ છું' એવા આત્મઘાતી અહંકારમાં રાચે છે.
આમ, માનાર્થી-મતાર્થી જીવને લૌકિક માનમાં વહાલપ વર્તતી હોય છે અને તેથી તેને વ્રત-તપનું પરમાર્થસ્વરૂપ ભાસતું નથી. તેને ક્યારેક પરમાર્થના ઉપદેશનો જોગ બની આવે તોપણ બાહ્ય વ્રતાદિથી પોતાને પ્રાપ્ત થતાં સન્માન-સત્કાર આદિ લૌકિક માન ચાલ્યા જવાના ભયથી તે પરમાર્થને રાહતો નથી. તેને લૌકિક પ્રતિષ્ઠાની કામના હોવાથી પરમાર્થ રુચતો જ નથી. આત્માર્થ સધાય એવો ઉપદેશ મળી જાય તો પણ તેના અંતરમાં તે ઊતરતો નથી.
લૌકિક માનની ઇચ્છા તેને જ્ઞાનીની સન્મુખ થવા દેતી નથી. જ્ઞાની પાસે જતાં તેને અહંકાર આડે આવે છે. પોતાનો અહં મૂકવાની તૈયારી નહીં હોવાથી તે કાં તો જ્ઞાની પાસે જતો જ નથી અને જાય તો પણ તેમના પરમાર્થ-ઉપદેશનું ગ્રહણ કરતો નથી. ક્યારેક એવું બને કે પોતે દીક્ષા લીધી હોય, વિશાળ શિષ્યસમાજ હોય અને તેને ગૃહસ્થ જ્ઞાનીનો યોગ થાય. તે વખતે ખબર પડે કે પોતે જે કરે છે તે મિથ્યા છે, છતાં ‘તેઓ જ્ઞાની હોય તો પણ તેમણે દીક્ષા નથી લીધી. હું તો મહાવ્રતધારી છું, હું તેમનો વિનય કરું તો મારો વેષ લાજે, કોઈ મને માન નહીં આપે' એમ વિચારી લૌકિક માન ટકાવવા તે સત્ય પરમાર્થને ગ્રહણ કરતો નથી.
આમ, લોકેષણા ખાતર મતાર્થી જીવ અમૂલ્ય પરમાર્થલાભ ગુમાવી બેસે છે. તે સત્ય પારમાર્થિક ધર્મને અહણ કરતો નથી અને લોકો પોતાને આધીન થાય તેવો અપારમાર્થિક આશય મનમાં રાખે છે. લોકો તરફથી પોતાના વખાણ થાય, લોકો તેની સેવા-ચાકરી કરે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેવા મેલા આશયપૂર્વક તે તપ કરે છે, વાતો રહણ કરે છે. લૌકિક માનમાં તેને સુખ લાગતું હોવાથી તે માન મેળવવા ભમતો રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org