________________
ગાથા-૨૮
૫૨૭ કષાય મંદ કરવા ઘટે છે તે અવલંબનથી જ તે કષાયની વૃદ્ધિ કરે છે. જે વ્રત-તપ કરીને અહંકાર ઘટાડવાનો છે, તે વ્રત-તપનું અભિમાન કરીને વ્રત-તપના પારમાર્થિક ફળથી તે વંચિત રહે છે. વિભાવપરિણતિને તોડવા સમર્થ એવા વ્રત-તપને અભિમાન પોષવા માટે ધારણ કરી તે પોતાનું જ મહ અનર્થ કરે છે. ધર્મારાધનના અમૃતને ઝેરમાં પલટાવતી આ અહંવૃત્તિ સામે ચેતવણી ઉચ્ચારતાં આચાર્યશ્રી ઉમાસ્વાતિજી બુલંદ સ્વરે કહે છે કે શ્રત, તપ કે સંયમાદિ અહંની પુષ્ટિ અર્થે કરાતાં હોય તો તેમાં પરમાર્થથી કોઈ ગુણ નથી; તેમાં છે કેવળ પોતાના અંતરમાં રહેલ ઉન્માદનું પ્રદર્શન અને એનું પરિણામ છે સંસારવૃદ્ધિ.૧
આત્મસ્વરૂપ સાથેનું એકત્વ ચૂકીને પરલક્ષમાં અને માનમાં અટકવું તે અધર્મ છે, સંસાર છે, મોક્ષનું ઘાતક છે, સુખને ટાળનાર છે અને દુ:ખનું દાતાર છે. માનાદિની પ્રાપ્તિ અર્થે વ્રત-તપ કરાય તો નિઃકાંક્ષિત ગુણનો અભાવ થાય છે, નિદાનબંધ નામનું આર્તધ્યાન થાય છે તથા અંતરમાં પાપનું પ્રયોજન હોવાથી પાપનો બંધ થાય છે. આ સંજોગોમાં મતાર્થી જીવનાં વ્રત-તપ ભલે પૂર્વવત્ ચાલુ રહ્યાં હોય, પણ તેની લૌકિક માન સંબંધી વૃત્તિ અડીખમ રહી હોવાથી વ્રતાદિની દિશા બદલાઈ જાય છે. બાહ્ય વ્રતતપની ગણતરી, સરખામણી, હરિફાઈ અને બાહ્ય વ્રત-તપ ન કરનારની નિંદા આદિ મલિન ભાવોમાં અટકી રહેવાથી પરમાર્થમાર્ગથી દૂર થઈ જવાય છે. જો વૃત્તિનું સ્વરૂપ યથાર્થપણે જાણી માનાદિ છોડવામાં ન આવે તો વ્રત-તપની આરાધનામાં ગળાડૂબ રહ્યા હોવા છતાં સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી.
લોકો તો બાહ્ય વ્રત-તપને જાણે છે, જુએ છે અને પૂજે છે. તેઓ બાહ્ય વ્રતતપને જ ધર્મનું માપદંડ ગણે છે. કોણ કેટલાં વ્રત-તપ કરે છે તેના ઉપરથી તેઓ તેની ધાર્મિકતાનું માપ કાઢે છે. વ્રત-તપ પાછળ તેનો લક્ષ શું છે? વ્રત-તપ વખતે તેની વૃત્તિ કેવી છે? તેના ભાન વિના તેઓ બાહ્ય વ્રત-તપમાત્રથી અંજાઈ જાય છે. સાધક જીવ અંતરંગ શુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકે છે, જ્યારે સામાન્ય લોકો પ્રતાદિના કરનારની અંતરંગ શુદ્ધિની ચકાસણી કર્યા વિના જ તેના ધારકને માન આપવા લાગે છે. આમ, પ્રતાદિના પાલનથી લૌકિક માન-મહત્તા વધે છે. મતાર્થી જીવોનું વલણ આત્માભિમુખ નહીં હોવાથી તેઓ આવા લૌકિક માનાદિ પ્રાપ્ત કરવા અર્થે ધર્મપ્રવૃત્તિ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૯૭
"एतेषु मदस्थानेषु निश्चये न च गुणोऽस्ति कश्चिदपि ।
केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ।।' ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૭૯
'चत्ता पावारंभं समुट्टिदो वा सहम्मि चरियम्मि । ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org