________________
ગાથા-૧૧
૨૭૩
મૂકવાનો હેતુ એટલો છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. અરિહંત ભગવાન જીવને સિદ્ધનું સ્વરૂપ સમજાવે છે અને તે સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા પ્રેરણા કરે છે. સિદ્ધ ભગવાન પરોક્ષ હોવાથી તેઓ જીવને તેનું સિદ્ધ સમાન સ્વરૂપ સમજાવી શકતા નથી. વળી, તેઓ અમૂર્તપદે સ્થિત હોવાથી જીવને તેમનું સ્વરૂપ ચિતવવું દુર્ગમ્ય થઈ પડે છે, જ્યારે સયોગીપદના અવલંબનપૂર્વક ચિતવતાં વૃત્તિને સ્થિર કરવી સુગમ પડે છે. આથી વિશેષ ઉપકારીપણાના કારણે અરિહંત ભગવાનને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ સિદ્ધપદના બતાવનાર હોવાથી સિદ્ધની પહેલાં અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે.'
અરિહંત ભગવાન પૂજ્ય છે, વંદનીય છે, પરંતુ વર્તમાનમાં તેઓ પરોક્ષ હોવાથી પ્રત્યક્ષ સદ્ગુરુનો તેમના કરતાં વધારે ઉપકાર છે. અરિહંત ભગવાનનો શાબ્દિક ઉપદેશ શાસ્ત્રમાંથી મળે છે, પણ જીવિત ઉપદેશ પ્રત્યક્ષ સદ્ગુરુ સિવાય અન્યત્ર ઉપલબ્ધ નથી. સદ્ગુરુ જીવિત ઉપદેશ આપતા હોવાથી તેમના બોધ દ્વારા મહાન સૈદ્ધાંતિક રહસ્યો પ્રગટ થતાં હોય છે, જેથી શિષ્યનો માર્ગ સરળ બને છે. સદ્ગુરુ તેમના ઉપદેશ દ્વારા શિષ્યની બુદ્ધિમાં પરિવર્તન લાવે છે. શુદ્ધ ચૈતન્યને સ્પર્શીને નીકળતી ગુરુવાણી મુમુક્ષુના હૃદયમાં સોંસરવી ઊતરી જાય છે અને તેને સમકિતની અત્યંત નજીક લઈ જાય છે. જીવંત પ્રેરણા આપનારો તેમનો ઉપદેશ કેવળ વચનોથી નહીં પણ તેમના પ્રત્યક્ષ જીવનમાંથી પણ પ્રાપ્ત થાય છે. શાબ્દિક ઉપદેશ ન મળે તો પણ તેમની જીવંત ચર્યામાંથી શિષ્યને ઉત્તમ ઉપદેશ મળે છે. તેમનું દર્શન મુમુક્ષુના સમગ્ર જીવનનું પરિવર્તન કરવામાં સમર્થ છે. તેમની કૃપાદૃષ્ટિથી જીવ મોક્ષમાર્ગમાં આવતાં સર્વ વિપ્નોનો પરાજય કરી શકે છે. આગામી ભવોમાં સુખપ્રાપ્તિની ભાવનારૂપ નિદાન, માન-પૂજાની ઇચ્છારૂપ લોકેષણા, લોકસંજ્ઞારૂપ ભાવશૂન્ય દંભાચરણ, તત્ત્વવિહીન વ્યવહારાભાસ, નિદ્માણ નિશ્ચયાભાસ, મિથ્યા ગર્વ, બાળતપ, બાળત્યાગ, બાળવૈરાગ્ય આદિ અનેક પ્રકારના મહાવિદ્ગોથી તે સદ્ગુરુની ચરણ-ઉપાસના વડે બચી શકે છે. સદ્ગુરુના સત્સંગમાં તેને સ્વભાવનો મહિમા જાગૃત થાય છે અને વૃત્તિ સ્વરૂપ તરફ ઢળે છે. ત્રિકાળી સ્વરૂપમાં એકાગ્ર થવા માટે તે પુરુષાર્થ બને છે. સદ્ગુરુનો સત્સંગ તો આત્મપ્રભુના દિવ્ય ગાણાં ગાવાનું ચોગાન છે, સ્વરૂપનું અલૌકિક રસપાન કરવાની બેઠક છે, ભક્તિનું નિવાસસ્થાન છે, ઉન્નત જીવનની પ્રાપ્તિ માટે અદમ્ય ઉત્સાહ, શક્તિ અને પ્રેરણાનું ધામ છે. વર્ષોના સ્વાધ્યાયથી જે શીખી શકાતું નથી, તે સગુરુના સત્સંગથી અલ્પ સમયમાં શીખી શકાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ‘ધવલા', પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૧, પૃ.૫૪-૫૫
'असत्यर्हत्याप्तागमपदार्थावगमो न भवेदस्मदादीनाम, संजातश्चैतत्प्रसादादित्युपकारापेक्षया वादावर्हમયિતે |’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org