SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, પક્ષપાતરહિતપણે અર્થાત્ પૂર્વે બંધાયેલ આગ્રહનો ત્યાગ કરીને, નિર્મળ ચિત્તથી વિચારતાં સિદ્ધ થાય છે કે આત્મકલ્યાણ અર્થે પ્રત્યક્ષ, વિદ્યમાન, દેહધારી ભગવાનરૂપ સદ્દગુરુનો સમાગમ જરૂરી છે અને તેમની ભક્તિ પરમ આવશ્યક છે. એવા પુરુષનો પ્રત્યક્ષ સમાગમ અને ભક્તિ ન હોય તો જીવને માર્ગપ્રાપ્તિ સંભવતી નથી. જે પરમાર્થપ્રેમી સજિજ્ઞાસુ છે અને જેના અંતરમાં પવિત્ર આત્મદર્શનની અભિલાષા વર્તે છે, તે જિજ્ઞાસુ જીવ સાધનાની પ્રાથમિક ભૂમિકામાં જિન ભગવાનની ભક્તિ કરી સત્રાપ્તિ માટેની યોગ્યતા સંપાદન કરે છે, પરંતુ પરમાર્થમાર્ગની આગળની ભૂમિકામાં શુભ પ્રવેશ કરવા માટે કોઈ સાક્ષાત્ વિદ્યમાન આત્મત્વ પ્રાપ્ત પુરુષનાં ચરણે અને શરણે જવાની આવશ્યકતા છે એ વાત તેના સરળ હૃદયમાં અવશ્ય રહી હોય છે. | જિજ્ઞાસુ જીવ જાણે છે કે જિન ભગવાને પોતે પ્રાપ્ત કરેલ શુદ્ધાત્મસ્વરૂપનો તથા કલ્યાણપ્રાપ્તિના માર્ગનો જે બોધ કર્યો હતો તેનું રહસ્ય તેમના પરોક્ષપણાના કારણે તથા પડતા કાળની અસરના કારણે જેવું જોઈએ તેવું શાસ્ત્રો દ્વારા મળી શકતું નથી. તેમનો ઉપદેશ - સર્વોપરી શાસ્ત્રબોધ અગાધ હોવાથી તેનો પરમાર્થ ઘણી વાર યથાર્થપણે સમજી શકાતો નથી અને પોતાની મતિકલ્પનાએ તેનું અનુસરણ કરવાનો પ્રસંગ આવે છે. નાની નૌકાથી દુસ્તર સાગરનો પાર પામવો જેમ કઠણ છે, તેમ નિજમતિના આધારે ભગવાનના ઉપદેશનો આશય પોતાની મેળે હૃદયગમ્ય કરવો અતિ અતિ દુર્લભ છે. પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુના અવલંબને આગમમાં ભરેલાં અનંત રહસ્યો સરળતાપૂર્વક હૃદયગમ્ય થઈ શકે છે. શાસ્ત્રોનો પાર પામવા અર્થે શાસ્ત્રોના મર્મને પામ્યા છે એવા પ્રત્યક્ષ સદ્ગુરુ મહાન અવલંબનરૂપ છે. જેને પરમ પ્રજ્ઞાવંત પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન તથા શરણ પ્રાપ્ત થાય છે, તેને સર્વ શાસ્ત્રોનું રહસ્ય સહેજે સમજમાં આવતાં સુખધામ એવું નિજ પરમાત્મપદ, તેનો બોધ, લક્ષ, પ્રતીતિ અને અનુભવ પામી તે જીવ પરમ કૃતાર્થ થઈ જાય છે. તેથી પ્રત્યક્ષ સગુરુનું અવલંબન આત્માથી માટે અત્યંત આવશ્યક અને હિતકારી છે.' પ્રત્યક્ષ સદ્ગુરુ પાસે શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય જાણી, તેનું રહસ્ય ધ્યાનમાં લઈ, તેમના માર્ગદર્શનને અનુસરતાં આત્મામાં એકત્વબુદ્ધિ થાય છે. જીવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કદી જાણ્યું નથી અને તે શુદ્ધ સ્વરૂપના અનુભવી પ્રત્યક્ષ સગુરુની યથાર્થ ઉપાસના કરી નથી. પ્રત્યક્ષ સદ્ગુરુને ઓળખીને જો તેમની ઉપાસના કરવામાં આવે તો આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થાય જ. શુદ્ધ સ્વભાવના અતીન્દ્રિય આનંદના પ્રચુર સંવેદનરૂપ આત્મવૈભવ જેમને પ્રગટ્યો છે એવા સદ્ગુરુનાં અદ્ભુત વચનામૃત, મુદ્રા ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૯ (આંક-૯૫૪, કડી ૪). ‘જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy