________________
૨૭૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાય છે. જેમ જેમ તે તૂટતો જાય છે, તેમ તેમ તેના જ્ઞાનમાં નિર્મળતા આવતી જાય છે અને નિર્મળ થયેલ જ્ઞાનોપયોગમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રતિભાસે છે.
આ રીતે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ થતાં માર્ગની પ્રાપ્તિ નિકટ હોય છે. સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ ઊપજે તેમાં તીર્થકર ભગવાનની આશાતના નથી થતી, કારણ કે જેમ ભગવાનના નિમિત્તે તરાય છે, તેમ સદ્ગુરુના નિમિત્તથી પણ કરી શકાય છે, માટે તેઓ ભગવાનતુલ્ય જ છે. ભગવાનતુલ્યને ભગવાન કહેવું એમાં કાંઈ ખોટું નથી. આ કાંઈ અતિશયોક્તિ નથી, પરંતુ પરમ વાસ્તવિકતા અને અગ્રિમ આવશ્યકતા છે. વિકટ આપદામાં ફસાયેલા માણસને કોઈ લખપતિ ખરે વખતે મદદ કરે ત્યારે દુનિયામાં અન્ય અબજપતિઓ કરતાં પણ તેને એ મદદ કરનાર લખપતિ માણસમાં અબજોપતિનાં દર્શન થાય છે. તેના માટે એ અબજપતિ કરતાં પણ વધારે છે, કેમ કે એની મદદથી પોતે અત્યારે ધનવાન થઈ ગયો છે. તેવી જ રીતે મુમુક્ષુના હૃદયમાં સદ્ગુરુનો અનન્ય મહિમા વસ્યો હોય છે. ભગવાનરૂપ સદ્ગુરુના અપૂર્વ માહાભ્યનો જો સાધકના ચિત્તમાં સંચાર થયો ન હોય તો જીવની યોગ્યતા રોકાઈ જાય છે. સગુરુમાં પરમાત્મબુદ્ધિના અભાવમાં માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ થઈ પડે છે. શ્રીમદ્ લખે છે કે –
“જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ - જ્ઞાનીરૂપ પરમાત્માની - ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણ” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.”
સનાતન નવકારમંત્રમાં પ્રથમ પદ નમો અરિહંતાણં અને બીજું પદ નમો સિદ્ધાણં' છે. અરિહંત અને સિદ્ધ ભગવાનમાં વિશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન કરતાં ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે, કારણ કે સિદ્ધ ભગવાન ઘાતી-અઘાતી આઠે કર્મોનો ક્ષય કરી સર્વથા શુદ્ધ બની ગયા છે, જ્યારે અરિહંત ભગવાનને ચાર અઘાતી કર્મ બાકી હોવાથી તેઓ દેહધારી છે. તે છતાં નમસ્કારમંત્રમાં અહંતપદ પ્રથમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૭૬ (પત્રાંક-૨૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org