________________
ગાથા-૧૧
૨૭૧ જે વસ્તુ નજર સમક્ષ ન હોય અથવા નજરે જોયેલી ન હોય, તે વસ્તુ પ્રત્યે સદ્ભાવ આવવો કે પ્રેમ થવો સરળ નથી. અનાદિથી જીવનો અભ્યાસ પ્રત્યક્ષ હોય તેવા પદાર્થો પ્રત્યે સ્નેહ કરવાનો છે. પ્રેમ કરવા માટે તેને તે પદાર્થની પ્રત્યક્ષપણે વિદ્યમાનતાની અપેક્ષા રહે છે. તે પદાર્થના અસ્તિત્વ વિના, તેના વિદ્યમાનપણા વિના, તેના પ્રત્યક્ષપણા વિના, તેના સમાગમ વિના જીવને પ્રેમની લય આવવી અત્યંત કઠણ છે. પરમાર્થસાધના માટે પણ આ જ નિયમ અબાધિતપણે રહ્યો છે. તે જ નિયમનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ પ્રકાશે છે -
પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે.”
- સદ્ગુરુની એકનિષ્ઠાએ ઉપાસના કરવાથી અને તેમના સાચા સ્વરૂપની ઓળખાણ થવાથી તેમનામાં પરમાત્મા જેવી જ દિવ્ય જ્ઞાનજ્યોતિનું દર્શન થાય છે. સદ્ગુરુની અંતર પરિણતિ નિજપરમાત્મા સાથે જોડાયેલી હોય છે અને તેથી એ પરિણતિ સ્વરૂપાકારે થયેલી હોય છે. પરિણતિનો એવો સ્વભાવ છે કે તે જેનું અવલંબન લે, તેને અનુરૂપ પોતે પરિણમે. સદ્ગુરુને અંતરમાં પોતાના નિજ પરમાત્મપદનું અવલંબન હોય છે અને તેથી તેમનાં પરિણામ પરમાત્મસ્વરૂપના આકારે ઉત્પન્ન થાય છે, માટે મુમુક્ષુને સદ્ગુરુ મનુષ્યરૂપે નહીં, પણ પરમાત્મરૂપે દેખાય છે - જણાય છે અને તેમનામાં પરમેશ્વરબુદ્ધિ ઊપજે છે.
મુમુક્ષુ જીવને સગુરુનો યોગ થાય, વારંવાર તેમનો સમાગમ થાય અને તે સમાગમના બળે યથાર્થ ઓળખાણ થાય ત્યારે તેને અતિશય ઉલ્લાસ આવે છે. સદ્ગુરુનું અદ્ભુત, અલૌકિક માહાભ્ય તેના અંતરમાં યથાર્થપણે સમજાતાં તેમના માટે પરમેશ્વરબુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. તેના અંતરમાંથી પોકાર આવે છે કે “મારા સદ્દગુરુ અદ્ભુત છે! હવે હું નક્કી તરી જઈશ. આ સંસારમાં હવે હું નહીં ડૂબું.' દરિયામાં ડૂબી રહેલા કોઈ માણસના હાથમાં લાકડું આવી જાય તો તે જેમ તેને પકડી લે છે, તેમ ભવસાગરની ભયાનકતા પરખી ચૂકેલ મુમુક્ષુ સંગુરુનું શરણું અનન્ય ભક્તિભાવથી પકડી લે છે. મુમુક્ષુને તો એટલી બધી ઉપકારબુદ્ધિ પ્રગટે છે કે સગુરુ છદ્મસ્થ હોવા છતાં તે તેમને ભગવાન જ માને છે. સદ્ગુરુમાં પરમેશ્વરપણું ભાસતાં તેને તેમના પ્રત્યે અસીમ ભક્તિનાં પરિણામ જાગે છે. તે ભક્તિનાં પરિણામથી દર્શનમોહ તૂટતો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૭૬ (પત્રાંક-૨૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org