________________
૨૭)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.”
‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.'
આમ, વિદ્યમાન સદ્ગુરુના સમાગમયોગથી અને તેમના પ્રત્યેની અવિચળ શ્રદ્ધાથી પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે તે સિદ્ધાંત ઉપર શ્રીમદે પોતાના પત્રોમાં વારંવાર ભાર મૂક્યો છે. તે સિદ્ધાંત દર્શાવતાં તે સંબંધી કોઈ આશંકા કે શંકા ન રહે તે અર્થે તેમણે વિદ્યમાન', “સજીવનમૂર્તિ', “પ્રત્યક્ષ' આદિ ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુત ગાથામાં તેમણે “પ્રત્યક્ષ' શબ્દ કહીને તે જ ભાવ દર્શાવ્યો છે. પ્રત્યક્ષ શબ્દ ‘પ્રતિ’ અને ‘અક્ષ' એ બે શબ્દોનો બનેલો છે અને તેનો અર્થ આંખ(ઇન્દ્રિય)ની સામે, ચક્ષુ સમક્ષ થાય છે. તેથી પોતાના સમયમાં તથારૂપ લક્ષણસંપન્ન જે સદ્ગુરુ હાજર હોય તેઓ ‘પ્રત્યક્ષ સગુરુ'માં ગણના પામે છે.
નજરે જોયેલા પ્રસંગો અને સાંભળેલા પ્રસંગોથી ઉત્પન્ન થતી અસર વચ્ચે ખૂબ અંતર હોય છે. નજરે જોયેલું હોય તેની અસર ઊંડી હોય છે અને તે જલદીથી વિસ્તૃત થઈ શકતું નથી. સાંભળેલું હોય તેની અસર ઓછી હોય છે, તેથી તે સ્મૃતિમાંથી શીધ્ર ભૂંસાઈ જાય છે. જેમ કે કોઈ માણસને કોઈ ગુના બદલ ફાંસી દીધાની વાત સાંભળીએ અથવા વાંચીએ તો તેનો પ્રભાવ, ફાંસી દીધાનો પ્રસંગ નજરે જોયો હોય તેના કરતાં ઘણો નબળો હોય છે, તેમ કોઈ જ્ઞાનીપુરુષના ચરિત્રમાં વર્ણવેલી ઊર્ધ્વ આત્મદશા અથવા તેમાં વર્ણવેલા આશ્ચર્ય ઉપજાવે એવા પ્રસંગો વાંચતાં કે સાંભળતાં જે પ્રેમભાવ કે બહુમાનભાવ આવે તેના કરતાં તે પુરુષના પ્રત્યક્ષ સમાગમની અસર ઘણી ગાઢ હોય છે, પ્રેમભાવ તથા અહોભાવનું પ્રાબલ્ય અધિક હોય છે અને પ્રત્યેક ઉપકારી સમાગમ વખતે તે ઉત્તમ ભાવોની વૃદ્ધિ થતી જ રહે છે. આમ, પ્રત્યક્ષ અને પરોક્ષની અસરમાં ઘણી ભિન્નતા હોય છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૮૭ (પત્રાંક-૨૪૯) ૨- એજન, પૃ.૨૫૦-૨૫૧ (પત્રાંક-૧૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org