________________
ગાથા-૧૧
૨૬૯
આવશ્યક અંગ એવા પ્રત્યક્ષ - વિદ્યમાન સદ્ગુરુનો આશ્રય કર્તવ્યરૂપ છે એવો સિદ્ધાંત શ્રીમદે પ્રતિપાદન કર્યો છે. શ્રીમદે તેમના એક પત્રમાં શ્રી માલુભાઈ તરફથી આવેલ એક પ્રશ્નને શ્રી સૌભાગ્યભાઈને જણાવી, તેનો સવિસ્તર ઉત્તર લખવાની શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીભાઈને પ્રેરણા કરતાં તેઓ લખે છે કે –
શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવત્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરષ આત્મજ્ઞ-સમ્યકદષ્ટિ છે. અર્થાત મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્દગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશોજી?”
આ પ્રશ્નનો ઉત્તર મળ્યો હોય એવું શ્રીમદ્રના પ્રાપ્ત સાહિત્યમાંથી જાણી શકાતું નથી, પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુનું મહત્ત્વ જિજ્ઞાસુ જીવના લક્ષમાં આવે અને અનંત કાળની ભાંતિ ટાળવા તે યોગ્ય ઉપાય કરે તે અર્થે પ્રત્યક્ષ સગુરુનો ઉપકાર અને મહિમા શ્રીમદે ઠેર ઠેર ગાયો છે. શ્રીમદ્ લખે છે –
| ‘પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.'
થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે.
મોક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૩ (પત્રાંક-પ૨૭) ૨- એજન, પૃ.૩૮૨ (પત્રાંક-૪૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org