________________
ગાથા
ભૂમિકા
ગાથા ૩૯માં કહ્યું કે જ્યાં સુધી આત્માર્થીપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, અર્થાત્ આત્માની પવિત્રતાનો માર્ગ પમાતો નથી અને તેથી તેનો અજ્ઞાનરૂપ અંતરરોગ મટતો નથી.
અર્થ
ગાથા -
આમ, ગાથા ૩૯માં અપાત્ર જીવની દશા બતાવી, વ્યતિરેકથી પાત્રતાનું નિરૂપણ કર્યું. હવે આ ૪૦મી ગાથામાં અન્વયથી સુપાત્ર જીવની દશા દર્શાવે છે. આત્માર્થીની દશા પ્રાપ્ત થતાં શું થાય છે તે બતાવી, માર્ગપ્રાપ્તિના ક્રમનો મંગળ પ્રારંભ કરતાં શ્રીમદ્ કહે છે
-
‘આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય;
તે
Jain Education International
४०
બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.' (૪૦)
એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. (૪૦)
ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ પાતળા પડ્યા હોય, માત્ર મોક્ષની અભિલાષા ભાવાર્થ હોય, સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય અને પ્રાણી માત્ર ઉપર દયાની ભાવના હોય તો સદ્ગુરુના બોધનો આશય યથાર્થપણે સમજાય છે અને તે બોધ અંતરમાં પરિણામ પામે છે. તેથી જ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે સત્પાત્રદશા આવ્યા પછી જ સદ્ગુરુનો બોધ ‘સુહાય', એટલે કે શોભે છે - પરિણમે છે. સત્પાત્ર જીવ સદ્ગુરુના બોધનું અતિશય ઉલ્લાસપૂર્વક, અંતરની પ્રીતિપૂર્વક, અપૂર્વ અહોભાવપૂર્વક શ્રવણ કરે છે. સદ્ગુરુની દેશનાનું અનન્ય રુચિ સહિત કરેલું આ શ્રવણ તેના આત્મામાં પરિણામ પામે છે. જેમ જેમ સદ્ગુરુનો બોધ આત્મામાં પરિણામ પામતો જાય છે, તેમ તેમ તેનો આત્મા નવપલ્લવિત થતો જાય છે અને મોક્ષસુખને આપનારી ઉત્તમ વિચારણાઓ તેના અંતરમાં પ્રગટે છે. જીવમાં ત્યાગ-વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધતાં તેને સદ્ગુરુનાં વચનની અપૂર્વતા ભાસે છે અને તેથી સુખદાયક એવી સુવિચારણા પ્રગટે છે.
For Private & Personal Use Only
સુવિચારણા એટલે સમ્યક્ વિચારણા. સમ્યક્ વિચારણામાં એવી સર્વ વિચારધારાઓ સમ્મિલિત કરવી કે જે આત્મવિકાસ સાથે અબાધકપણે રહી શકે તથા એવી સર્વ ભાવનાઓ ગણી લેવી જે સાક્ષાત્પૂર્ણ કે પરંપરાએ આત્મશુદ્ધિની વૃદ્ધિનો હેતુ થાય. તેથી ‘સુવિચારણા'માં ચિંતન, મનન, નિદિધ્યાસન, સ્મરણ, અનુપ્રેક્ષણ, ભેદજ્ઞાનનો અભ્યાસ
www.jainelibrary.org