________________
ગાથા – ૫
ભૂમિકા
| ગાથા
(અથી
ગાથા ૪માં ‘ક્રિયાજડ' ની ઓળખાણ કરાવતાં શ્રીમદે કહ્યું કે ક્રિયાજડ જીવો
ક્રિયાનો પરમાર્થ સમજ્યા વિના તે કરવા મંડી પડે છે, અંતર્ભેદ પામ્યા વિના તેઓ તેમાં સંતોષાઈ જાય છે અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરતા હોવાથી પરમાર્થફળથી વંચિત રહી જાય છે.
ક્રિયાજડ જીવોનું સ્વરૂપ દર્શાવ્યા પછી શ્રીમદે આ પાંચમી ગાથામાં શુષ્કજ્ઞાનીના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે જેથી તેવા શુષ્કજ્ઞાની જીવો પોતાનું શુષ્કપણું ટાળી મોક્ષમાર્ગની યથાર્થ આરાધનાના પંથે આગળ વધી શકે. શુષ્કજ્ઞાનના પ્રવાહનું આલેખન કરતાં શ્રીમદ્ લખે છે –
બંધ મોક્ષ છેકલ્પના, ભાખે વાણી માંહી;
વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.” (૫) બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, * અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. (૫)
જે જીવો જ્ઞાન અને ક્રિયાના સમન્વયરૂપ મોક્ષમાર્ગની સમ્યકપણે આરાધના Lજાવા કરે છે, તેમનામાં નિશ્ચયથી આરાધકપણું હોય છે, પરંતુ જ્ઞાન કે ક્રિયાના એકાંત પક્ષપાતી જીવો સંસારમાં રઝળે છે. આગલી ગાથામાં ક્રિયાપક્ષને એકાંતે પકડનાર ક્રિયાજડ જીવોનું શ્રીમદે વર્ણન કર્યું હતું. હવે આ ગાથામાં જ્ઞાનપક્ષને એકાંતે પકડનાર શુષ્કજ્ઞાનીનું વર્ણન કરતાં તેઓ કહે છે કે શુષ્કજ્ઞાની જીવો માત્ર શાસ્ત્ર ભણવામાં, શાસ્ત્રની ચર્ચા કરવામાં જ, તેમજ શાસ્ત્રજ્ઞાનને મોઢે કરવામાં જ સાચો પુરુષાર્થ માને છે; પરંતુ સમ્યક સમજણપૂર્વક સત્સાધન સેવીને ઉપયોગને અંતર્મુખ કરવાનો સમ્યક પુરુષાર્થ તેઓ કરતા નથી. જેઓ જ્ઞાનની વાતો કરવામાં જ સંતોષાઈ જાય છે અને ભાવધર્મ પ્રત્યે દુર્લક્ષ સેવે છે, તેઓ ‘શુષ્કજ્ઞાનીઓ', ‘વાયાજ્ઞાનીઓ', પોલાજ્ઞાનીઓ' કે ‘નામ-અધ્યાત્મી' ની સંજ્ઞા પામે છે.
શુષ્કજ્ઞાનપ્રધાન જીવો ‘આત્મા શુદ્ધ છે, નિરંજન છે. તેને કર્મો લાગતાં નથી અને તેથી તેને કર્મથી મુકાવાપણું પણ નથી, અર્થાતુ બંધ અને મોક્ષ કેવળ કલ્પના જ છે.' એવાં નિશ્ચયનય પ્રમુખ કથનો બોલે છે, વ્યાખ્યાનો આપે છે, પાંડિત્યનું પ્રદર્શન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org