________________
૧૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન થાય છે, ભૂમિથી ત્રાસી જઈ વૈતરણી નદીમાં જીવ કૂદે તો ત્યાં અત્યંત દાહ મળે છે, શાતા માટે સેમર વૃક્ષ નીચે જઈ ઊભો રહે તો ત્યાં તલવારની ધાર જેવાં એનાં તીક્ષ્ણ પાંદડાં શરીરને ચીરી નાંખે છે. તે ઠંડી, ગરમી, ભૂખ, તરસનાં ઘોર દુ:ખ ભોગવે છે. પરમાધર્મીઓ તેને મારે છે, ફૂટે છે; તેના શરીરને તોડે છે, કાપે છે; જીભ ખેંચે છે અને એવી બીજી અનેક પ્રકારની વેદનાઓ આપે છે. નારકીઓ કૂતરાની જેમ સ્વયં એકબીજા સાથે લડતા રહે છે. આમ, તેમને કોઈ જગ્યાએ શાંતિ કે શાતાનું નામોનિશાન નથી મળતું. નરકનો જીવ આત્મહત્યા કરી દુઃખમાંથી મુક્ત થવા ઇચ્છે તો એ પણ તેના નસીબમાં નથી હોતું. તેણે અતિ અસહ્ય દુઃખો સાગરોપમ પર્યત ભોગવવાં જ પડે છે.
જીવ જો કોઈક શુભ કર્મના ઉદયથી મહાદુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરે છે તો એમાં પણ ઘણાં દુ:ખ છે. તેને ગર્ભ, બાલ્ય, યુવાન તથા વૃદ્ધ અવસ્થાનાં પારાવાર દુઃખો સહન કરવો પડે છે. ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગનાં દુઃખ તેણે સહન કરવાં પડે છે. મનુષ્ય ગતિમાં કોઈ જીવ ઢોર જેવો અભણ હોય છે; કોઈ અનાથ બની બીજાએ ખાતાં વધેલી એઠ વગેરે ખાઈને, ભૂખ-તરસની પીડા સહન કરીને, પારકા ઠપકા, તિરસ્કાર ખમતાં ઊછરે છે; કોઈ પેટ ભરવા શેર અનાજ અર્થે નિરંતર પથ્થરનો, માટીનો ભાર વહે છે; કોઈ નોકરીમાં પરાધીન રહે છે; કોઈ મળ-મૂત્ર સાફ કરે છે; કોઈ ચામડાં ઉતારે છે; કોઈ દીન થઈને ઘરે ઘરે ભીખ માગતાં ફરે છે; કોઈને સ્ત્રી-પુત્ર નથી તેનું દુ:ખ છે, તો કોઈને દુષ્ટ સ્ત્રી-પુત્ર છે તેનું દુ:ખ છે; કોઈ મહારોગના કારણે દુઃખી છે; કોઈ આંધળો, લૂલો, બોબડો, ગાંડો, કદરૂપો હોવાથી દુ:ખી છે. આવાં અનેક દુઃખો મનુષ્યભવમાં જીવ ભોગવે છે.
જીવ ક્યારેક ભવનવાસી, વ્યંતર તથા જ્યોતિષીમાં દેવપર્યાય પામે છે તો ક્યારેક વૈમાનિક દેવ પણ બને છે. અન્ય ગતિમાં જે પ્રકારનાં દુ:ખો જીવે ભોગવ્યાં હતાં તે અત્રે ન હોવા છતાં સર્વજ્ઞ ભગવાને પોતાના નિરાવરણ, લોકાલોકપ્રકાશક જ્ઞાનમાં જોયું છે કે સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિથી વંચિત પ્રત્યેક દેવ દુ:ખી જ છે. અન્ય ગતિનાં દુઃખો તો પ્રત્યક્ષ જોઈ શકાય છે, પરંતુ નિરંતર ભોગવિલાસની અઢળક સામગ્રી જેમને પ્રાપ્ત છે તથા શરીરની અશાતાનાં દુ:ખોથી પણ જે રહિત છે તે દેવો પણ દુઃખી છે, કારણ કે નિરંતર નવીનતાની ઉત્સુકતા અને ચાહના, પોતાના કરતાં ઊંચા દેવ પ્રત્યેની ઈર્ષ્યા, અવિરત ભોગપ્રાપ્તિની તૃષ્ણા, ઇષ્ટ દેવ-દેવાંગનાના વિયોગનું દુઃખ, ઇન્દ્રાદિની સેવા કરવી પડે તેનું દુઃખ, દેવતાઓમાં પરસ્પર લડાઈ આદિનાં વ્યાકુળતાજન્ય દુઃખો તો ક્ષણે ક્ષણે તેઓ ભોગવે જ છે તથા આયુષ્યના છેલ્લા છ મહિના બાકી રહે ત્યારે પોતાને જાણ થાય છે કે સ્વર્ગનાં ઇષ્ટ માનેલાં સુખોનો હવે પોતાને વિયોગ થશે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org