SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧ ૧૦૩ આર્તધ્યાનમાં સાતમી નરક કરતાં વધુ માનસિક વેદના તેઓ ભોગવતાં રહે છે અને અંતે એકેન્દ્રિયાદિ તિર્યંચ ગતિમાં જઈ પડે છે. આમ, નિત્યનિગોદમાંથી બહાર નીકળેલ દરેક જીવ મિથ્યાત્વના કારણે પંચવિધ પરાવર્તન કરે છે. સ્વભાવસમ્મુખતા વગર અત્યંત આકુળતામય આ સંસારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ પાંચ પ્રકારે પરિભ્રમણ કરતાં કરતાં જીવ અનંત દુઃખોની પરંપરા ભોગવતો રહે છે.૧ પંચ પરાવર્તનનું વર્ણન આ પ્રમાણે છે – (૧) દ્રવ્ય પરાવર્તન – ચૌદ રાજલોકમાં રહેલ અનંતાનંત પુદ્ગલપરમાણુઓને જીવ ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણારૂપે ગ્રહણ કરીને મૂકે ત્યારે એક દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. સ્વદ્રવ્યને ઓળખ્યા વિના કર્મરૂપે, શરીરરૂપે, આહારરૂપે, ભોગોપભોગના પદાર્થરૂપે આ પુદ્ગલપરમાણુઓને જીવે અનંત વાર રહ્યાં છે અને છોડ્યાં છે. (૨) ક્ષેત્ર પરાવર્તન – લોકાકાશના અસંખ્ય પ્રદેશોને ક્રમવાર મરણ સમયે સ્પર્શે ત્યારે ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય, અર્થાત્ કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેની બાજુના પ્રદેશે મરણ થાય ત્યારે તે પ્રદેશ ગણતરીમાં આવે. વચ્ચેના સમયમાં અન્ય પ્રદેશોએ ગમે તેટલાં મરણ થાય તે ગણતરીમાં ન આવે. આ રીતે દરેકે દરેક પ્રદેશને ક્રમવાર મરણ સમયે સ્પર્શે ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય. સ્વક્ષેત્રમાં ઉપયોગ સીમિત ન રાખવાના કારણે આવાં ક્ષેત્ર પરાવર્તન આવે અનંત વાર કર્યા છે. (૩) કાળ પરાવર્તન – એક કાળચક્રના પ્રત્યેક સમયને જીવ અનુક્રમે મરણ વડે સ્પર્શી છે ત્યારે કાળ પરાવર્તન પૂરું થાય છે. અવસર્પિણી કાળના પ્રથમ સમયે જીવ મરે, પછી બીજી કોઈ પણ અવસર્પિણીના બીજા સમયે જીવ મરે તે જ ગણાય છે. વચ્ચેના અન્ય સમયોમાં મરે તે ગણતરીમાં નથી લેવાતા. આમ કરતાં કરતાં અવસર્પિણી તેમજ ઉત્સર્પિણીના બધા સમય મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક કાળ પરાવર્તન થાય છે. આ અસાર સંસારમાં ચૈતન્યરસને આસ્વાદ્યા વગર જીવે આવાં અનંત કાળ પરાવર્તન પસાર કર્યા છે. (૪) ભવ પરાવર્તન - ચારે ગતિમાં જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની બધી આયુ૧- જુઓ : (૧) આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૨, સૂત્ર ૧૦ની ટીકા તરિવર્તન પવિઘમ્..... દ્રવ્યપરિવર્તન ક્ષેત્રપરિવર્તન પરિવર્તન મવપરિવર્તન ભાવપરિવર્તન જોરિ !' (૨) પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૫, કડી ૫ ચહુંગતિ દુખ જીવ ભારે હૈ, પરિવર્તન પંચ કરે હે; સબવિધિ સંસાર અસારા, યામેં સુખ નાહિં લગાર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy