________________
૧૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્થિતિમાં જીવ ઊપજે, એક એક સમયની વૃદ્ધિના ક્રમપૂર્વક ચતુર્ગતિના નિગોદથી નવમી રૈવેયક સુધીના સર્વ ભવનું ચક્ર જીવ પૂરું કરે તે એક ભવ પરાવર્તન. વીતરાગતાના અભાવમાં આ જીવ ક્યાં ક્યાં રઝળ્યો નથી? ચારે ગતિમાં નવ રૈવેયક પર્વતનો કોઈ ભવ બાકી રહ્યો નથી કે જે આ જીવે ધારણ ન કર્યો હોય. નવ રૈવેયકથી ઉપરની ગતિઓમાં મિથ્યાદષ્ટિ જીવો ઊપજતા નથી, તેથી તે ભવોનો આમાં સમાવેશ થતો નથી. જીવે ચતુર્ગતિના અભાવરૂપ મોક્ષ માટે ક્યારે પણ યથાર્થ પુરુષાર્થ કર્યો નથી, તેથી તેણે અનંત ભવ પરાવર્તન કર્યા છે. (૫) ભાવ પરાવર્તન – પ્રાણીને જેટલી જુદી જુદી વાસના તેટલા જુદા જુદા અધ્યવસાય થાય છે અને તે પ્રત્યેકમાં તરતમતા હોય છે, તેથી કર્મના અનુબંધમાં પણ ફરક પડે છે. એ અનુબંધસ્થાન અસંખ્ય છે. જીવ એ સર્વ અધ્યવસાયસ્થાનકોએ અનુક્રમે મરણ પામે તે એક ભાવ પરાવર્તન છે. તેની ગણતરીમાં પ્રથમ અલ્પ કષાયોદયરૂપ અધ્યવસાયે મરણ પામે અને ત્યારપછી તેની અનંતરના અધ્યવસાયસ્થાનકે મરણ પામે તે જ ગણવામાં આવે છે, વચ્ચેનાં બીજાં સ્થાનકોએ મરણ પામે તે ગણાતાં નથી. શુભાશુભ ભાવથી અતીત એવા શુદ્ધ ભાવમાં જીવે હજી સુધી સ્થિતિ કરી નથી, તેથી તેણે આવાં અનંત ભાવ પરાવર્તન કર્યા છે.
આ પંચ પરાવર્તનરૂપ પરિભ્રમણ દરમ્યાન ચોર્યાસી લાખ યોનિઓમાં ફરી ફરી અવતાર રહણ કરતાં જીવને અનંત કાળ વીતી ગયો. અનાદિ કાળથી જીવ ભવચક્રના ફેરા ફરતાં ફરતાં ચારે ગતિમાં ગમનાગમનના આંટા માર્યા કરે છે. પરિભ્રમણની આ પરિપાટીમાં તેણે સૌથી થોડા ભવ મનુષ્યના કર્યા છે. તેના કરતાં અસંખ્યગણા નારકીના ભવ કર્યા છે. નારકીના ભાવ કરતાં અસંખ્ય ગણા દેવના ભવ કર્યા છે અને દેવના કરતાં અનંતગણા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચના ભવો કર્યા છે. આ ચતુર્ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ તીવ્ર દુઃખ પામ્યો છે; દારુણ, અસહ્ય દુઃખ ચિરકાળ સહ્યાં છે; શારીરિક-માનસિક દુઃખ વારંવાર અનુભવ્યાં છે; જન્મનું દુઃખ, જરાનું દુઃખ, મરણનું દુઃખ, રોગનું દુઃખ, શોકનું દુઃખ, ઇષ્ટ વિયોગનું દુઃખ, અનિષ્ટ સંયોગનું દુ:ખ પામ્યો છે; આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપનું દુ:ખ પામ્યો છે. આ રીતે જીવ અનંત કાળ સુધી સંસારપરિભ્રમણ કરતાં અનંત દુ:ખ પામ્યો છે.
સંસારનાં આ સમગ્ર દુ:ખોની આધારભૂત ધરી જીવનું અજ્ઞાન જ છે. જગતના જીવો દુઃખને સંયોગાશ્રિત ગણે છે, ઈષ્ટ સંયોગની અપ્રાપ્તિ કે અનિષ્ટ સંયોગની પ્રાપ્તિને દુઃખ માને છે. પરંતુ વિચારતાં જણાય છે કે આ અભિપ્રાયના મૂળમાં જ ભૂલ છે. તેનાં સર્વ દુઃખોનું વાસ્તવિક કારણ છે - તેણે દેહમાં કરેલી એ–બુદ્ધિ અને તેનું બહિર્મુખ પરિણમન. કર્મકૃત અવસ્થામાં થયેલા તાદાભ્ય અધ્યાસના કારણે જીવ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org