________________
ગાથા-૨૫
४७८
રાશિ બનાવીને તે રાશિને એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનો કરોડમો ભાગ મૂકવામાં આવે તો રાખનો ઢગલો જેમ કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેમ તે રાશિ પણ શોભા ન પામે. તેથી જ ‘શ્રી ભક્તામર સ્તોત્ર'માં પ્રભુના રૂપના વર્ણનમાં કહ્યું છે કે ત્રણે ભુવનના અદ્ભુત તિલકરૂપ હે ભગવંત! શાંત રસની શોભાવાળા જે પરમાણુઓ વડે આપ નિર્માણ કરાયા છો, તે પરમાણુઓ વિશ્વમાં ખરેખર તેટલાં જ છે, કારણ કે આપના જેવું રૂપ જગતમાં બીજું નથી જ.૨
ભગવંતના દેહની ગંધના વિષયમાં પણ એટલી જ વિશેષતાઓ છે. જેવું રૂપ અભુત તેવી જ સુગંધ પણ અભુત. જગતના સર્વ સુગંધી પદાર્થોના સુગંધના તત્ત્વ કરતાં પણ અનંતગુણી અધિક સુગંધ ભગવંતના શરીરની હોય છે. તેના માટે બધી ઉપમાઓ નિરર્થક ઠરે છે. કલ્પવૃક્ષોનાં પુષ્પોની માળાની સુગંધ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચંપક પુષ્પોની સુગંધ ભગવંતના દેહની નિત્ય સુગંધ આગળ તે કોઈ વિસાતમાં નથી. બીજાઓનાં શરીરને સુગંધી બનાવવા માટે કસ્તૂરી, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી વારંવાર વાસિત કરવા પડે છે, છતાં તે સુગંધ ઊડી જતાં વાર નથી લાગતી; જ્યારે ભગવંતના શરીરને કોઈ સુગંધી દ્રવ્યથી વાસિત કર્યા વિના જ તે સદા સુગંધી રહે છે. તે શરીરનો સ્વભાવ જ સુગંધમય છે.
વળી, ભગવંતનું શરીર સંપૂર્ણ નિરામય હોય છે. શ્રી અરિહંત ભગવંતનાં અંગો સર્વ પ્રકારના રોગો તેમજ વિકલતા(ખોડખાંપણ)થી રહિત જ હોય છે. ભગવંતના શરીરમાં કોઈ પણ રોગ ક્યારે પણ ઉત્પન્ન થતો નથી, તેથી ભગવંત સંપૂર્ણ આરોગ્યવાળા હોય છે.
વળી, ભગવંતનું શરીર સ્વેદ અને મલથી રહિત હોય છે. સામાન્ય રીતે ગરમીના દિવસોમાં શરીર સ્વેદથી - પરસેવાથી ભીંજાઈ જાય છે, જ્યારે ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે ગમે તેવી ગરમીમાં પણ ભગવંતના શરીરે પરસેવો થાય નહીં. સામાન્ય લોકોનાં શરીરની ચામડીને વારંવાર સાફ ન કરવામાં આવે તો તેના ઉપર મેલના થર બાઝી જાય છે. ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે શરીરના આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાં રહેલાં રજકણ આદિ કોઈ પણ કારણે થતા મેલથી ભગવંતનું શરીર તદ્દન નિર્લેપ હોય છે.
વળી, ભગવંતના શ્વાસોચ્છુવાસ કમલ સમાન સુગંધી હોય છે. જગતમાં ઉત્તમમાં ૧- જુઓ : ‘શ્રી મહાનિશીથ સૂત્ર', નમસ્કાર સ્વાધ્યાય, પ્રાકૃત વિભાગ ૨- જુઓ : આચાર્યશ્રી માનતુંગસૂરિજીરચિત, ‘શ્રી ભક્તામરસ્તોત્ર', શ્લોક ૧૨ ૩- જુઓ : ‘શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org