________________
४८०
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉત્તમ સુગંધી કોઈ વસ્તુ હોય તો તે ભગવંતના શ્વાસોચ્છવાસ છે. જ્યારે ભગવંત વિહાર કરતા હોય છે ત્યારે સુગંધના સાચા રસિક એવા ભમરાઓ, જે પુષ્પો ઉપર લીન થઈને બેઠેલા હોય છે, તે પુષ્પોને તત્ક્ષણ તજીને ભગવંતના શ્વાસોચ્છવાસને અનુસરે છે. ૧
તીર્થંકર ભગવંતના શરીરનાં માંસ અને રક્ત (લોહી) ગાયના દૂધની ધારા જેવાં સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે. તાત્પર્ય કે રક્ત-માંસની સંપૂર્ણ ધવલતા અને અદુર્ગધતા ફક્ત તીર્થકર ભગવંતના શરીરમાં જ હોય છે. તે રક્ત અને માંસ કેવળ અદુર્ગધી જ હોય છે, એટલું જ નહીં, પરમ પરિમલથી - સુવાસથી સમૃદ્ધ પણ હોય છે. બીજાઓનાં રક્ત-માંસ તો જોવાં પણ ન ગમે તેવાં હોય છે, જ્યારે ભગવંતનાં રક્ત-માંસ અજુગુપ્સનીય, ચીતરી ન ચડે તેવાં હોય છે; એટલું જ નહીં, જોવાં ગમે તેવાં તેમજ આશ્ચર્ય પમાડે તેવાં હોય છે. શરીરની ધાતુઓમાં જેની ગણના થાય છે એવાં રક્ત-માંસ પણ જો વિલક્ષણ હોય, તો પછી ભગવંતની બધી જ વસ્તુઓ સર્વ જીવોની વસ્તુઓ કરતાં વિલક્ષણ અને શ્રેષ્ઠ હોય એમાં શું આશ્ચર્ય છે!
આવાં અનેકાનેક ઉત્તમ લક્ષણોયુક્ત શરીરના ધારક ભગવાન કુમારકાળ પૂરો કરી સંસાર, દેહ અને ભોગ પ્રત્યે વૈરાગ્ય ઊપજતાં દીક્ષા ગ્રહણ કરે છે અને કેટલોક કાળ ગયા પછી શુક્લધ્યાનના બળ વડે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ, ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે; અને ત્યારે તીર્થંકર નામ કર્મના ઉદયથી તેમને અનેક સિદ્ધિઓ પ્રગટે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જ્યારે જિનેશ્વરો ઉપદેશની ધારા વહાવે છે ત્યારે પર્ષદાને બેસવા માટે દેવો સમવસરણની રચના કરે છે. સમવસરણ એટલે પ્રભુ જ્યાં દેશના આપે એવું દેવનિર્મિત એક વિશિષ્ટ સ્થાન.
કોઈ પણ તીર્થંકરના જીવને કેવળજ્ઞાન થાય ત્યારે ઇન્દ્રોનાં આસન કંપાયમાન થાય છે. કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવવા માટે ૬૪ ઇન્દ્રો પૃથ્વી ઉપર આવે છે. વાયુકુમાર દેવ એક યોજન ભૂમિ સાફ કરે છે. મેઘકુમાર દેવ સુગંધી જળની વૃષ્ટિ કરે છે. વ્યંતર દેવો સુવર્ણ માણેક-રત્નોથી ભૂમિતલ બાંધે છે. વૈમાનિક દેવો સમવસરણના ઉપરના ભાગમાં કાંગરા સહિત રત્નમય ગઢ બનાવે છે. જ્યોતિષી દેવો સુવર્ણમય બીજો ગઢ અને તેના ઉપર રત્નના કાંગરા બનાવે છે અને ભવનપતિ દેવો બાહ્ય ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીરચિત, ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૨, શ્લોક ૭. ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી રચિત, ‘અભિધાનચિન્તામણિ', કાંડ ૧, શ્લોક ૫૭ ૩- સમવસરણનું વર્ણન અનેક ગ્રંથોમાં જોવા મળે છે. જેમ કે –
(૧) આચાર્યશ્રી ઉદ્યોતનસુરિજીરચિત, ‘કુવલયમાલા', કંડિકા ૧૭૮ (૨) આચાર્યશ્રી સીલાંકજીરચિત, ‘ચઉપૂનમહાપુરિસચરિયું', અધિકાર ૫૪, ‘વદ્ધમાણસામિચરિયું' (૩) મુનિશ્રી અમૃતવિજયજી કૃત, સમોસરણનાં ઢાળિયા', ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org