________________
ગાથા-૧૮
૩૭૩
યોગે, ગુરુગમના પ્રતાપે દર્શનમોહનીય તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભરૂપ મહાશત્રુઓનો સંહાર કરી, સ્વાનુભવરૂપ અમૃતરસનો આસ્વાદ પ્રાપ્ત કરી. સમકિતની પ્રાપ્તિ કરી તે વિજયી નીવડે છે. જેમ અનુકૂળ સંયોગની પ્રાપ્તિ થતાં બીજનો વિકાસ થઈ તેમાંથી વૃક્ષ થાય છે, તેમ સમ્યગ્દર્શન થતાં જીવનો વિકાસ થઈ, તેનાં જન્મ-મરણ ટળી જઈ શાશ્વત મોક્ષની સંપ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ લખે છે -
“જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અા કાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે.”
આમ, નિર્માલ્ય જીવને સદ્ગુરુ તાલીમ આપીને કુશળ લડવૈયો બનાવે છે. તે જીવ કેસરિયાં કરી માનાદિ મહાશત્રુઓ સામે રણશિંગું ફૂકે છે અને તે માનાદિ મહા શત્રુઓનો પરાભવ કરી સંગ્રામમાં જ્વલંત વિજય પ્રાપ્ત કરે છે. સાચા સગુરુનું શરણ મળતાં, તેમનાં આજ્ઞા અને બોધ પ્રત્યે અપૂર્વ પ્રેમ લાવી, બળિયો થઈને તેને આરાધતાં તે જીવ સમકિત પામે છે. તેને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. આમ, સદગુરુનો આશ્રય એ સમ્યકત્વપ્રતિબંધક માનાદિ મહાશત્રુઓને જીતવાનો સુગમ અને સચોટ ઉપાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘માનાદિક શત્રુ મહા, ભવ દુઃખ વૃદ્ધિ મૂળ; જે હોવાથી ધર્મ તે, બધો અને પ્રતિકૂળ. દોષો જે અતિ આકરા, નિજ છંદે ન મરાય; પ્રયત્ન નિષ્ફળ નીવડે, કરે કષ્ટ સમુદાય. કોટિ ઉપાયે દોષ જે, કદી ન કાઢી શકાય; જાતાં સદ્દગુરુ શરણમાં, સહેજે દૂર પલાય. કર્મ કલંક અનાદિનું, આત્માને દુઃખદાય; સદ્દગુરુ સેવે ભક્તિથી, અલ્પ પ્રયાસે જાય.'
૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૪૧ (પત્રાંક-પ૪૮). ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ' , ગાથા ૬૯-૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org