________________
૩૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે; તે અપૂર્વ છે.”૧
સદ્ગુરુ જીવને કયા પ્રસંગે કેમ વર્તવું તેનું સચોટ માર્ગદર્શન આપે છે. તેમની કુપા, માર્ગદર્શન, આશીર્વાદ, ઉત્સાહબળ હંમેશાં શિષ્યની સંગાથે રહે છે. તેથી શ્રેય સાધવા માટે તેમનું સામર્થ્ય અચિંત્ય, અલૌકિક, અદ્ભુત પુરવાર થાય છે. તેમનો મહિમા એવો છે કે તેઓ બોલે નહીં છતાં માત્ર તેમની હાજરી પણ મહાન બોધરૂપ બને છે. બરફનો ટુકડો આજુબાજુ ઠંડીનો પ્રસાર કરે છે, તેમ પરમ સૌમ્ય, સ્વસંવેદનસ્વરૂપ સદ્દગુરુની હાજરીથી જીવના અનેક પ્રકારના દોષો વિલય થતાં શાંતિ અને આનંદ પ્રસરે છે. જેમ વૃક્ષતળે જનારને વૃક્ષ પાસે છાયાની માંગણી કરવી પડતી નથી, તેને આપોઆપ જ વૃક્ષની છાયાનો, શીતળતાનો અનુભવ થાય છે; તેમ સદ્ગુરુના શરણમાં જનાર આત્માથી જીવે કોઈ માંગણી કરવી પડતી નથી, તેને આપોઆપ જ સદ્દગુરુની અપાર શાંતિનો, તેમના અસીમ વાત્સલ્યનો, તેમની નિઃસ્પૃહ કરુણાનો અનુભવ થાય જ છે.
સદ્ગુરુના સાનિધ્યનું નિષ્ઠાપૂર્વક આરાધન કરતાં તેમના વિશુદ્ધ વ્યક્તિત્વની છાપ આત્માર્થી શિષ્ય ઉપર પડ્યા વિના રહેતી નથી. તેમના સગુણોનો સંચાર તેના જીવનમાં સહેજે થવા લાગે છે. પોતાના માનાદિ મહાદોષો આંખમાં પડેલી કાંકરીની જેમ ખૂંચતા હોવાથી અને તે દોષો ત્વરાથી અને સંપૂર્ણપણે કાઢવામાં જ પોતાનું કલ્યાણ છે એમ અંતરમાં ભાસ્યું હોવાથી, સદ્ગુરુના શરણના અવલંબનથી અલ્પ પ્રયાસે તેના દોષો ઘટવા લાગે છે. ગુણપ્રાગટ્યની આ પ્રક્રિયા તેના જીવનમાં ત્વરાથી થવા લાગે છે. સગુરુની આજ્ઞા મન-વચન-કાયાની એકતા વડે ઉપાસવાથી અનેક ગુણો ઉપાસક જીવમાં પ્રગટે છે. સદ્ગુરુની ભક્તિપૂર્વકના સત્સંગથી કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાય છે અને તેથી જ તે કલ્યાણનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે.
- સદ્ગુરુના શરણનો અદ્ભુત મહિમા સુપાત્ર જીવને હૃદયગત થયો હોવાથી તે તેને ઉપાસવા તત્પર થાય છે. તન, મન, ધન આદિ સર્વ સમર્પ માત્ર આજ્ઞારાધનમાં તે સતત ઉદ્યમી બને છે. જ્યારે આજ્ઞાનો મહિમા તેના અંતરમાં વસે છે અને તેના જ આરાધનમાં નિરંતર ચિત્ત એકાગ્ર થાય છે ત્યારે તેના અંતરમાં સદ્ગુરુનો બોધ પરિણમે છે. ઉત્કૃષ્ટ પ્રેમપૂર્વક અને અત્યંત ઉલ્લસિત ભાવ-ભક્તિ વડે આજ્ઞાના અખંડ આરાધનથી સ્વાનુભવરૂપ અમૃતરસ રેલાય છે. સ્વાનુભવરૂપ અમૃતરસના અપાર સાગર સમાન સદ્દગુરુના અચિંત્ય સહજાત્મસ્વરૂપનું યથાર્થ માહાભ્ય લક્ષગત થતાં તેની દૃષ્ટિ નિજસ્વરૂપ ઉપર જાય છે. આત્માનો ઉપયોગ અંતર્મુખ થાય છે, પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે છે અને પરિણામની શુદ્ધિ થતાં કોઈક ધન્ય પળે સદ્ગુરુની કૃપાદૃષ્ટિના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૯ (ઉપદેશછાયા-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org