________________
ગાથા-૨૮
૫૩૧
નથી, માત્ર હાનિ જ છે. હવે તું માનાભિલાષાને તજ અને પરમાર્થને ગ્રહણ કર કે જેથી યથાર્થ પુરુષાર્થ થાય અને સર્વ વ્રત-તપ સાર્થક થાય.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, જે વેશ્યા સમ ધૂર્ત; આત્માનું ધન સંહરે, મર્મ ઘાત કરે ગુપ્ત. તે જાણ્યા વિણ જીવડે, ગ્રહું વ્રત અભિમાન; પાપ તણી પુષ્ટિ કરે, સેવી વિષય નિદાન. જ્યાં જ્યાં ભટકે ચપળ થઈ, બાહ્યાડંબર યુક્ત; ગ્રહે નહીં પરમાર્થને, તે કેમ થાયે મુક્ત. ધર્મી ન છતાં ધર્મીમાં, ખપવા મથે અભાન; અસદ્દગુરુ છોડે નહિ, લેવા લૌકિક માન.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૦૯-૧૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org