________________
ગાથા-૨૧
૪૦૯
સિદ્ધાંતો પ્રત્યે વિપર્યાસભાવ જાગૃત કરે છે. મિથ્યા ઉપદેશ આપી ધર્મના ગ્રંથોને ઓળવે છે. વળી, અમુક સ્થાને જે પ્રતિષ્ઠાલેખ કોતરાશે તેમાં પોતાનું નામ રહેશે. લોકોમાં પ્રસિદ્ધિ થશે આદિ યશ-કીર્તિ મેળવવાની બુદ્ધિથી તેઓ વિવિધ પ્રકારના મહોત્સવો, વરઘોડાઓ, સ્વામીવાત્સલ્ય, સામૈયાઓ આદિ કરવા-કરાવવાનો ઉપદેશ આપે છે. ધર્મના નામે તેઓ અપ્રશસ્ત આચરણ કરે છે. ઉપદેશ પણ શિષ્યસમુદાય વધારવાના અને માન મેળવવાના આશયપૂર્વક આપતા હોય છે. તેમને શિષ્યના હિતની દરકાર હોતી નથી. તેઓ તો ‘મને વિશુદ્ધ પ્રેમથી, અડગ શ્રદ્ધાભાવે પૂજવાથી તમારું કલ્યાણ છે' આદિ ઉપદેશ કરી શિષ્યોને પોતાનો વિનય કરવાની પ્રેરણા કરે છે. વળી, ‘આ શિષ્ય મારો ભક્ત છે અને બીજો કોઈ અન્ય ગુરુનો ભક્ત છે' એવી ક્ષુદ્ર બુદ્ધિ રાખી બન્ને વચ્ચે ભેદભાવભર્યું વર્તન રાખે છે. પોતાને માન ન આપનારા માટે દ્વેષ રાખે છે. પોતાના શિષ્યોને શાસ્ત્રવચનોના ઊલટા અર્થો સમજાવી પોતાના દૃષ્ટિરાગી બનાવે છે. ક્યારેક તો પોતાના શિષ્યોને પ્રભાવિત કરવા જ્યોતિષાદિ વિદ્યા કે મંત્ર-તંત્રનો આશ્રય કરી મુનિધર્મને દૂષિત કરે છે. વળી, સદ્ગુરુ વિષે વિપરીત વાતો કરી પોતાના શિષ્યોને સદ્ગુરુ પાસે જવા દેતા નથી. શ્રીમદ્ પ્રકાશે છે -
‘અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે' એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુઆશ્રિત જીવ બોધશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સઅસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.”
આ રીતે અસદ્દગુરુ પોતાનો દંભ જાળવી રાખવા અનેક ખટપટો કરે છે, અસત્ય બોલે છે, ખુશામત કરે છે અને છતાં પણ પોતે ખુલ્લા ન પડી જાય એવા ભયમાં સતત રહે છે. સામાન્ય મનુષ્ય પણ જે અસત્ય બોલતાં અચકાય છે, તે અસત્ય તેઓ ઠંડે કલેજે બોલે છે. તેઓ વસ્ત્ર, પુસ્તક કે શિષ્યાદિ સંબંધી તુચ્છ પ્રસંગોમાં પણ વારંવાર જૂઠું બોલતાં ખચકાતા નથી, મનમાં અરેરાટ લાવતા નથી, સૂત્રોના મનફાવતા અર્થ કરી શિષ્યાદિને ભરમાવે છે અને વિનયાદિનો લાભ લેવા પોતાની વર્તમાને શાસ્ત્રાજ્ઞાનુસારી ગણાવી જૂઠું બોલે છે. આત્મશુદ્ધિની સાધનાના માર્ગથી ભ્રષ્ટ થયા ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘રયણસાર', ગાથા ૧૦૩
‘નોટ્સ-વેજ્ઞા-મતીનીવ વાયવર્સ વવારે ||
धणधण्णपरिग्गहणं समणाणं दूसणं होदि ।।' ૨- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૫ (ઉપદેશછાયા-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org