________________
૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મહાનિબંધ 'Philosophy and Spirituality of Srimad Rajchandra'માં તેમણે
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિષય ઉપર આશરે ૪૦ પાનાનું વિવરણ આપેલ છે. આ મહાનિબંધ પુસ્તકાકારે ઈ.સ. ૧૯૯૬માં પ્રકાશિત થયો હતો.
આધ્યાત્મિક ક્ષેત્રે શ્રીમન્ના અદ્ભુત યોગદાન વિષે ડૉ. પંગલિયા લખે છે –
'Srimad Rajchandra, one of the greatest yogis and philosophers of last century, has given us a religionless religion. ..... It may be said that hardly any other person has explained the Jina's or Mahavira's philosophy in such rational, pure and simple terms.'
શ્રીમદ્ભી પદ્યકૃતિ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તથા તેમનાં અન્ય લખાણ અંગે તેઓ લખે છે –
“The poem Atma-siddhi is not only a poem; it is a complete and comprehensive science and philosophy of self-realization. ..... They are utterances of a seer. They are expressions of an unfathomable, inexhaustible and almost inexpressible experience of ultimate reality of the self.'?
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવેચનના પ્રારંભમાં આત્મજ્ઞાનનું માહાભ્ય દર્શાવી, ડૉ. ડુંગલિયાએ શ્રીમની તથા તેમના તત્ત્વજ્ઞાનની પ્રશસ્તિ કરી છે. વળી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની બિનસાંપ્રદાયિકતા તથા તેની આધ્યાત્મિક વિશિષ્ટતા ઉપર પણ તેમણે સવિશેષ ભાર મૂક્યો છે. ત્યારપછી શાસ્ત્રની રચનાને લગતી કોઈ પણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના લેખક સીધા શાસ્ત્રના વિષયનિરૂપણ ઉપર આવે છે. શ્રીમદ્ભા બોધને સમજાવવા માટે પ્રથમ ષસ્થાનકનો પરિચય કરાવી, તત્પશ્ચાતું ગાથા ૧ થી ૪૨ પર્યત પ્રાયઃ સર્વ ગાથાઓનો ભાવાર્થ આપવામાં આવ્યો છે. ષટ્રપદ અંગેના ગુરુશિષ્યસંવાદનું વિભાગવાર અવલોકન કરવામાં આવ્યું છે, એમાં શ્રીમન્ના કથનની ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તથા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીની કૃતિઓ સાથે કરેલી તુલના લેખકના અધ્યયનની પ્રતીતિ કરાવે છે. ગાથા ૧૦૪ સુધી અધિકાંશ ગાથાઓની સમજણ આપ્યા પછી તેમણે શૈલી બદલી છે. ત્યારપછીની ગાથા ૧૦૫ થી ૧૧૮નો સાર અતિ સંક્ષેપમાં આપવામાં આવ્યો છે, જ્યારે અંતિમ ૨૪ ગાથા વિવેચનનો લાભ પામી શકી નથી. તેમણે ષટ્રસ્થાનકમાં છ આર્ય દર્શનનો સમાવેશ કઈ રીતે થાય છે તે દર્શાવી સમાપન કર્યું છે. q- Dr. U. K. Pungaliya, 'Philosophy and Spirituality of Srimad Raj
chandra', Preface, Pg. VII,IX ૨- એજન, Pg.130,258
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org