________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
. યુ. કે. ડુંગલિયા આધ્યાત્મિક પરિભાષાના સંસ્કૃત શબ્દોને આંગ્લ ભાષામાં ઉતારવામાં મહદંશે સફળ રહ્યા છે. તેમની શૈલી રસિક અને સુસંગત હોવાથી પાઠકના અભ્યાસમાં વિક્ષેપ પડતો નથી, રસક્ષતિ થતી નથી. માત્ર અંગ્રેજી ભાષા જાણનાર જિજ્ઞાસુ વર્ગને શ્રીમદ્ભો પરિચય કરાવવા માટે તથા તેઓશ્રીના આ આત્મકલ્યાણકારી આત્મસિદ્ધિદાયી શાસ્ત્રનું વિહંગાવલોકન કરાવવા માટે ડૉ. પંગલિયાના આ સ્તુત્ય પ્રયાસની નોંધ લેવી ઘટે છે.
આમ, શ્રીમદ્ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને અનેક મહાનુભાવોએ “શુમે થાશવિત્ત ચનિયમ્' એ ઉક્તિને અનુસરીને પોતાની શક્તિ અનુસાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન કર્યું છે. તેમણે યથાશક્તિ - યથામતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ રત્નાકરમાં ડૂબકી મારી, અર્થરત્નો શોધવાનો યત્કિંચિત્ પ્રયત્ન કર્યો છે અને એ રીતે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પ્રત્યેક શબ્દ કેટલો અર્થગૌરવવાળો છે તે દર્શાવવાનો તેમનો પ્રયત્ન સાચે જ સ્તુત્ય છે.
ગ્રંથનાં ભાષાંતર
સાહિત્યના ક્ષેત્રમાં ભાષાંતર - અનુવાદની પ્રવૃત્તિ મધ્યકાળથી ચાલી આવે છે. મધ્યકાલીન સાહિત્યમાં મૂળ કૃતિનાં કેટલાંક સીધેસીધાં ભાષાંતરો મળી આવે છે, તો વળી કેટલાક ભાષાંતરકારોએ મૂળ કૃતિને શબ્દશઃ પ્રતિબિંબિત કરવાને બદલે પોતાના સમયની ભાષામાં, પોતાના સમયના સમાજની ક્ષમતા આદિને લક્ષમાં લઈ, મૂળ કૃતિને પરિવર્તિત કરી, તેનું રૂપાંતર કરેલ છે. જો કે અનુવાદવિદ્યાની પ્રણાલીમાં મૂળ કૃતિમાં આ પ્રમાણે ઘટાડો, વધારો કે ફેરફાર કરવાનું કાર્ય એ મહદંશે સ્વીકાર્ય અને ક્વચિત્ અનિવાર્ય પણ ગણવામાં આવ્યું છે. એમ છતાં ઉત્કૃષ્ટ ભાષાંતર તો એ જ કહેવાય છે કે જેમાં પરિવર્તનની આવી પદ્ધતિથી કિંચિત્માત્ર અર્થમ્બલનાનો ઉદ્દભવ થવા પામ્યો ન હોય. અર્વાચીન કાળમાં પણ ભાષાંતરની પ્રવૃત્તિ ચાલુ રહી છે અને વિકસતી ગઈ છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવી ઉત્તમોત્તમ કૃતિ વિદ્વાનોને તેનું ભાષાંતર કરવા આકર્ષે એમાં કશું આશ્ચર્યજનક નથી. તેની મહત્તા, ઉપયોગિતા અને લોકપ્રિયતાથી પ્રેરાઈને અનેક વ્યક્તિઓએ તેનું ભાષાંતર કર્યું છે. તેનું સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી અને કન્નડ ભાષામાં ભાષાંતર થયું છે. શ્રીમન્ની વિવિધ રચનાઓનો ભિન્ન ભિન્ન ભાષાઓમાં અને ખાસ તો હિંદીમાં અનુવાદપ્રસાર થાય એવી મહાત્મા ગાંધીજીની અભિલાષા હતી. તેમણે આ અંગે શ્રીમદ્ના લઘુભાતા શ્રી મનસુખભાઈને એક-બે વાર સૂચન કર્યું હતું, જેને ધ્યાનમાં લઈ શ્રી મનસુખભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org