________________
૬૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
શાસ્ત્ર'નાં સંસ્કૃત (પદ્ય) અને હિંદી (ગદ્ય) ભાષાંતરોનું પ્રકાશન કર્યું હતું. એ જ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હંપીના સંસ્થાપક શ્રી સહજાનંદઘનજીની પણ પ્રબળ અંતરંગ ભાવના હતી કે શ્રીમદ્ભા સાહિત્યની સુવાસ ગુજરાત બહારના પ્રદેશોમાં દૂરસુદૂર પ્રસરવી જોઈએ. તેમની પ્રેરણા ઝીલીને તથા અન્ય મહાનુભાવોના પ્રેમાનુરોધથી શ્રી પ્રતાપકુમાર ટોલિયા આદિ વિદ્વાન ભક્તોએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને સપ્ત ભાષામાં પ્રકાશિત કરવાનું ઉમદા કાર્ય હાથમાં લીધું છે. ગુજરાતી ભાષા ન જાણનારો વર્ગ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ગ્રંથથી વંચિત ન રહી જાય અને પોતાની ભાષામાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ કરી શકે તે અર્થે આ અનુવાદો ઉપયોગી છે. તે અનુવાદો આ પ્રમાણે છે –
પ્રકાશન વર્ષ
ભાષા
ભાષાંતરકાર
| વિ.સં. ૧૯૭૫ સંસ્કૃત વિ.સં. ૧૯૭૯ | અંગ્રેજી
પંડિત બેચરદાસજી રાવબહાદૂર શ્રી જે. એલ. જૈની
શ્રી અજ્ઞાત
વિ.સં. ૧૯૮૩
મરાઠી
૪ 1 વિ.સં. ૨૦૨૪! અંગ્રેજી
ફાધર ફ્રાન્સિસ
૫ | વિ.સં. ૨૦૩૦ ! હિંદી
શ્રી સહજાનંદઘનજી વિ.સં. ૨૦૩૨ અંગ્રેજી
શ્રી ડાહ્યાભાઈ સી. મહેતા ૭ | વિ.સં. ૨૦૪૧ | અંગ્રેજી બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી વિ.સં. ૨૦૫ર હિંદી
મહોપાધ્યાય શ્રી ચંદ્રપ્રભસાગરજી વિ.સં. ૨૦૫ર ! બંગાળી
શ્રી ભંવરલાલ નાહટા ૧૦ અપ્રકાશિત કન્નડ | ડૉ. એ. એન. ઉપાધ્ધ અને ડૉ. એમ.એ. જયચંદ્ર અપ્રકાશિત | મરાઠી
શ્રીમતી પદ્માબાઈ બેડેકર ૧૨ અપ્રકાશિત | અંગ્રેજી
શ્રી મનુભાઈ દોશી અપ્રકાશિત અંગ્રેજી
મહાત્મા ગાંધીજી
૧૩.
૧- ‘જિનભારતી' - 'વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન', બેંગલોર દ્વારા પ્રકાશિત થઈ રહેલ ‘સપ્તભાષી આત્મસિદ્ધિ' મુદ્રણપ્રક્રિયામાં છે અને તે શ્રીમદ્ના દેહવિલયના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ (એપ્રીલ ૨૦૦૧) પૂર્વે પ્રકાશિત થવાની સંભાવના છે એમ શ્રી પ્રતાપકુમાર ટોલિયા સાથેના પત્રવ્યવહાર દ્વારા જાણવા મળ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org