________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૬૫
હવે આ અનુવાદોનું ભાષાનુસાર વર્ગીકરણ કરી, પ્રથમ સંસ્કૃત, પછી અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી, કન્નડ ભાષામાં થયેલાં અનુવાદોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
(I) સંસ્કૃત અનુવાદ (૧) ‘બાત્મસિદ્ધિ - પંડિત બેચરદાસજી
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પંડિત બેચરદાસજીકૃત સંસ્કૃત પદ્યાનુવાદ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ વિ.સં. ૧૯૭૫(ઈ.સ. ૧૯૧૯)માં પ્રકાશિત કર્યો હતો. અનુવાદક પંડિત બેચરદાસજી ન્યાયતીર્થ તથા વ્યાકરણતીર્થ હતા અને સમકાલીન વિદ્વાનોમાં મૂર્ધન્ય સ્થાન ભોગવતા હતા.
પ્રસ્તુત અનુવાદમાં પંડિત બેચરદાસજી મહદંશે શબ્દશઃ અનુવાદ કરી શક્યા છે, પરંતુ અમુક સ્થળે તેમને ભાવાનુવાદથી સંતોષ માનવો પડ્યો છે. મૂળ કૃતિનો ભાવ પ્રાયઃ જળવાયો છે, પરંતુ ભાષાની મર્યાદાના કારણે અમુક સ્થળે તે ભાવ યથાર્થપણે જળવાયો ન હોવાનું પણ અનુભવાય છે.
અત્યંત અલ્પસંખ્ય ક્ષતિઓને બાદ કરતાં પ્રસ્તુત પદ્યાનુવાદ ખૂબ સરસ, સંપૂર્ણ અને પઠનીય બન્યો છે. અમુક ગાથાઓનો અનુવાદ તો એટલી શ્રેષ્ઠ કક્ષાનો થયો છે કે જાણે સ્વયં શ્રીમન્ના શ્રીમુખે તેનું ઉચ્ચારણ થયું હોય એવું ભાસે છે. અનેક ગાથાઓના અનુવાદ આ તથ્યના આધારરૂપે ટાંકી શકાય એમ છે. તેમાંની એક ગાથા જોઈએ –
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય.” મૂળ શાસ્ત્રની આ ૭રમી ગાથાનો અનુવાદ આ પ્રમાણે છે –
'कषायोपशमो नैव नान्तर्विरक्तिमत् तथा ।
सरलत्वं न माध्यस्थ्यं तद् दौर्भाग्यं मतार्थिनः ।।' ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પંડિત બેચરદાસજીકૃત સંસ્કૃત પદ્યાનુવાદ પ્રશંસનીય રીતે સંપન્ન થયો છે. ભાષાની સરળ પ્રવાહી શૈલી ઉપરથી અનુવાદકનું સંસ્કૃત ભાષા ઉપરનું પ્રભુત્વ જણાઈ આવે છે. આજના યુગમાં સંસ્કૃત ભાષાનું ચલણ કે આકર્ષણ ખાસ રહ્યું નથી, પરંતુ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સંવહન અર્થે અને ભાષાસમૃદ્ધિ તથા ભાવ-ઐશ્વર્યની દૃષ્ટિએ પણ આ અનુવાદ અવશ્ય એક સુંદર અને સ્તુત્ય સત્કાર્ય ઠરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org