________________
६६
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(II) હિંદી અનુવાદ
(૧) “ગાત્મસિદ્ધિ - શ્રી સહજાનંદઘનજી
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના હિંદી પદ્યાનુવાદના કર્તા છે શ્રી સહજાનંદઘનજી (શ્રી ભદ્રમુનિ). શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હમ્પીના તેઓ પ્રણેતા હતા. તેઓશ્રીના દેહવિલય પછી તેમની કૃતિઓનું સંકલન ‘સહજાનંદ સુધા' ઈ.સ. ૧૯૭૪માં પ્રકાશિત થયું હતું, જેમાં તેમણે કરેલ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પદ્યાનુવાદ સમાવેશ પામ્યો છે. પ્રાચીન હિંદી ભાષામાં દોહા છંદમાં એ સંપન્ન થયો છે.
શ્રી સહજાનંદજીએ પ્રસ્તુત અનુવાદ વિ.સં. ૨૦૧૪માં મધ્યપ્રદેશના નિશ્રયીજી તીર્થમાં એકબેઠકે પૂર્ણ કર્યો હતો. એક દિગંબર બહ્મચારીજી દ્વારા થયેલ વિનંતીને માન આપીને તેઓશ્રીએ આ અનુવાદ કર્યો હતો.
એક ભાષાની કાવ્યકૃતિને અન્ય ભાષામાં ઢાળતાં ભાષાકીય મર્યાદા નડતી હોવાથી અમુક શાબ્દિક પરિવર્તન અનિવાર્ય થઈ પડે છે. અનુવાદકનું ઉત્તરદાયિત્વ રહે છે કે આ ભાષાંતર દરમ્યાન મૂળ કૃતિને કોઈ અન્યાય કે હાનિ પહોંચવાં જોઈએ નહીં. પ્રસ્તુત અનુવાદમાં અમુક ગાથાઓમાં શબ્દશઃ અનુવાદ મળતો નહીં હોવા છતાં શ્રી સહજાનંદઘનજીની સહજ કવિત્વશક્તિના કારણે મૂળ શાસ્ત્રકર્તાનો આશય સાંગોપાંગ સચવાયો હોવાનું પ્રતીત થાય છે. તેમાંની એક ગાથા જોઈએ –
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ;
પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.” ઉપરોક્ત ગાથા ૩૦નો ભાવાનુવાદ આ પ્રમાણે થયો છે –
'ज्ञानदशा पायी नहीं, साधनदशा न अंक ।
પાવે તાવ સંગ ગો, સો ટૂંવત ભવ- ' હિંદી ભાષાની ખાસ જાણકારી ધરાવતા ન હોય તે પણ સમજી શકે એવી અત્યંત સરળ ભાષામાં અને રસમય, રોચક તથા પ્રવાહી શૈલીમાં થયેલું આ ભાષાંતર સર્વ કોઈ માણી શકે એવું બન્યું છે. ભાષા ઉપરના સહજ પ્રભુત્વ તથા શબ્દપ્રયોગની અનેરી સૂઝબૂઝના કારણે અનુવાદકશ્રીને શબ્દોની પસંદગી કે ગોઠવણીમાં વિશેષ શ્રમ કરવો પડ્યો હોય એમ લાગતું નથી, એટલું જ નહીં પણ અમુક સ્થળે તો જાણે શબ્દ આપોઆપ ગોઠવાતા હોય એવો ભાસ થાય છે. માટે જ કહી શકાય કે પ્રસ્તુત પદ્યાનુવાદ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અનુવાદોમાં ઉચ્ચ હરોળમાં બિરાજી શકે એવી સમર્થતા ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org