________________
ગાથા - ૨૦
ગાથા
અર્થી
A ગાથા ૧૯માં કહ્યું કે સદ્ગુરુના ઉપકારથી કોઈ જીવને તેના પ્રબળ પુરુષાર્થ ભૂમિકા
દ્વારા ગુરુ કરતાં પહેલાં કેવળજ્ઞાન થઈ જાય, તોપણ તે કેવળી ભગવાન પોતાના છબસ્થ ગુરુની વૈયાવચ્ચ કરે. આવો વિનયનો માર્ગ શ્રી વીતરાગ ભગવાને ઉપદેશ્યો છે. - વિનયમાર્ગ સંબંધી વિશેષ પ્રકાશ પાડતાં શ્રીમદ્ કહે છે -
“એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.' (૨૦) એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે • તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. (૨૦).
- વિનયમાર્ગનું માહાભ્ય ગાતાં શ્રીમદ્ અહીં કહે છે કે “એવો' અર્થાત્ ભાવાર્થ
- આગળની ગાથામાં બતાવ્યો તેવો વિનયમાર્ગ, રાગ-દ્વેષાદિ સર્વ વિભાવ જેમણે ક્ષીણ કર્યા છે એવા વીતરાગ ભગવાને ઉપદેશ્યો છે. સર્વ ગુણોમાં વિનય મુખ્ય છે. તેમાં પણ સદ્દગુરુનો વિનય તો મોક્ષમાર્ગનું પ્રધાનતર કારણ છે. સદ્દગુરુનું અત્યંત માહાસ્ય અંતરમાં વસ્યું હોવાથી મુમુક્ષુ જીવ સદ્ગુરુને ભગવાન સમાન ગણે છે અને પોતાનાં તન-મનાદિ સર્વ તેમના ચરણે ધરીને, તેમની આજ્ઞાની યાચના કરીને, મળેલ આજ્ઞાનું સમજણપૂર્વક, પોતાની શક્તિ ગોપવ્યા વિના આરાધન કરે છે. વિનયાન્વિતપણે સદ્ગુરુની સેવા કરવાથી સ્વચ્છેદાદિ દોષો વિલય પામે છે અને સમકિતની પ્રાપ્તિ થાય છે. સમકિતથી ચારિત્ર, ચારિત્રથી કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, એક વિનય ગુણની ઉપલબ્ધિથી અનુક્રમે ઉત્તરોત્તર ઉત્તમોત્તમ ગુણો પ્રગટતાં, અંતે મોક્ષના અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. તેથી મુમુક્ષુ જીવે પરમ આદરથી પરમોપકારી વિનયમાર્ગની આરાધના કરવી યોગ્ય છે.
વિનય ગુણ પ્રગટવાથી કાર્યની સિદ્ધિ અવશ્ય થતી હોવાથી વીતરાગ ભગવંતે વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. જૈન આગમ ગ્રંથોમાં વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના પ્રથમ અધ્યયનની ૪૮ ગાથામાં, ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'ના નવમા અધ્યયનના ‘વિનય સમાધિ' નામના ઉદ્દેશકમાં તથા અન્ય શાસ્ત્રોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org