________________
૩૦૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માટે જરૂરી ઉત્સાહ અને સામર્થ્ય મળે છે. શાસ્ત્રો તેના આદર્શો સાચવે છે, સિદ્ધાંતોને પોષે છે, ધ્યેયને દેઢ કરે છે, તેથી જીવે સતુશાસ્ત્રનો લાભ લઈ જ્ઞાનીપુરુષોએ દર્શાવેલા વસ્તુસ્વરૂપનો વિચાર કરવા યોગ્ય છે. આમ, આત્મવિકાસમાં સતુશાસ્ત્રો આધારરૂપ નીવડે છે.
સતુશાસ્ત્રનો સત્પાત્ર જીવ ઉપર આવો મહાન ઉપકાર હોવા છતાં પણ પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપકારની તોલે તે આવી શકતો નથી. સતુશાસ્ત્રનો અભ્યાસ કરતાં પણ મુખ્યતા તો સદૈવ સગુરુની જ રહેવી જોઈએ, કારણ કે સતુશાસ્ત્ર સગુરુની સમાન ભ્રાંતિના છેદક નથી. શાસ્ત્રમાં અપેક્ષાભેદે થયેલાં વિરોધી કથનોથી જીવ મૂંઝાઈ જાય છે અને અર્થઘટન વિપરીત થવાથી નુકસાન પણ કરી બેસે છે. તે પોતાની ભૂમિકાનુસાર વ્યક્તિગત સાધનાનું સ્વરૂપ પકડી શકતો નથી. શું કરવું જોઈએ તે સમજાય છે, પણ કેવી રીતે કરવું જોઈએ તેની તેને ખબર પડતી નથી. તેને માર્ગનું સામાન્ય સ્વરૂપ સમજાય છે, પણ માર્ગનો મર્મ સમજાતો નથી. આ મર્મ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ લખે છે –
શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.”૧
સદ્ગુરુ શાસ્ત્રનો સાચો આશય સમજાવે છે. સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દ્વારા તે મર્મ પ્રાપ્ત થતાં જીવ ઊર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત કરે છે. સદ્ગુરુના આશ્રયે સુપાત્ર જીવ સરળતાથી અને સુગમતાથી મોક્ષમાર્ગે પ્રગતિ કરે છે. જો કે સદ્દગુરુના સમાગમના અભાવે જીવ આત્માદિ અસ્તિત્વનું નિરૂપણ કરનાર શાસ્ત્રોનો આધાર લે છે, પરંતુ કોઈ પણ પ્રકારે સગુરુની શોધ કરી, જે આત્મતત્ત્વ તેમણે જાણ્યું છે તે તેમની પાસેથી જાણીને તથા સર્વસમર્પણબુદ્ધિએ તેમની આજ્ઞાનું પાલન કરીને, તેમના પરમ કૃપાપાત્ર બની, તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના તે અંતરમાં રાખે છે. શ્રી કાનજીસ્વામી કહે છે -
“આત્માર્થી લાયક જીવ પુરુષના વિરહમાં એમ ચિંતવે કે પ્રત્યક્ષ સપુરુષનો જોગ ક્યારે મળે? એ અપૂર્વ અવસરની ભાવના ભાવતો વર્તમાનમાં સર્વજ્ઞ કથિત શાસ્ત્રોને સદ્દગુરુની હયાતી ન હોય, ત્યારે આજ્ઞા સમજી વિવેક સહિત સાચા સુખનો કામી અવિરોધપણે તત્ત્વસાધન કરે છે. સુપાત્ર જીવને સતશાસ્ત્રનો આધાર એ માટે કહ્યો કે તેના નિમિત્તે જીવ પુરુષાર્થ સાધે છે...... આત્મા અને જડ આદિના અસ્તિત્વનું જેમાં અવિરોધ કથન હોય તેવાં શાસ્ત્રોનો આધાર સદગુરની ગેરહાજરીમાં લેવાય છે; છતાં પ્રત્યક્ષ સદગુરુ આગળ શાસ્ત્રોની તુલના નથી, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૮૪ (પત્રાંક-૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org