________________
ગાથા-૧૩
૩૦૩
સતુશાસ્ત્ર એ આત્મકલાકારની સાધનસામગ્રી છે, પરંતુ સાધનામાર્ગે તેની મર્યાદા પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. શાસ્ત્ર આત્મપ્રાપ્તિરૂપી મહત્ત્વનું કામ કરવા માટે સાધન છે. તેનું ફક્ત પઠન કરી કે મુખપાઠ કરી અટકી જવાનું નથી. તેના સ્વાધ્યાય દ્વારા જીવનધ્યેય મૂર્ત કરવાનું છે. હિમાલય પર્વતથી નીકળી, બંગાળના ઉપસાગરમાં ઠલવાતી સેંકડો માઈલ લાંબી ગંગા નદીની લંબાઈ-પહોળાઈ આંખો વડે જોઈ શકાતી નથી, તેથી તેની લંબાઈ, પહોળાઈ અને વહેણના વળાંકો જાણવા માટે નકશાની સહાય લેવી પડે છે. પરંતુ જે ગંગા નકશામાં છે તે વાસ્તવિક નથી, એનાથી તો માત્ર ગંગા વિષે માહિતી મળે છે. એનાથી કોઈ યાત્રિકની તૃષા છિપાતી નથી. તરસ છિપાવવા માટે તેણે ગંગાને કિનારે જવું જ પડે છે. તે જ પ્રમાણે શાસ્ત્ર આત્મતત્ત્વનું પરોક્ષ જ્ઞાન અને તેની પ્રાપ્તિનાં સાધનો બતાવી અટકી જાય છે. પછીનો પંથ સાધકે પોતે કાપવાનો છે. કેવળ દર્શનસિદ્ધાંત કે તત્ત્વ સંબંધી માહિતીથી કાર્ય સિદ્ધ થતું નથી. એ દ્વારા લક્ષ્ય જ્ઞાત થાય છે પણ પ્રાપ્ત થતું નથી. કોઈ વસ્તુ વાંચવા કે કહેવા માત્રથી તે પ્રાપ્ત થતી નથી. તેની પ્રાપ્તિ માટે તો ઘણો પ્રયાસ કરવો પડે છે. ભોજન શબ્દ વાંચવા કે કહેવામાત્રથી ઉદરપૂર્તિ થઈ જતી નથી. અનાજ પ્રાપ્ત કરવા માટે તથા તેને પકાવવા માટે મહેનત કરવી પડે છે. કોઈ મહેલની અગાસી વિષે વાંચવા કે કહેવામાત્રથી તેના ઉપર પહોંચી જવાતું નથી. એક પછી એક પગથિયાં ચડવામાં આવે તો અગાસી ઉપર પહોંચી શકાય છે. કોઈ ક્ષેત્રે પહોંચવા કે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે કેવળ વાંચવું કે બોલવું પર્યાપ્ત નથી. પૂરા પ્રયત્ન વડે વારંવાર કર્તવ્યશીલ રહી, શ્રદ્ધાના સથવારે ઉત્સાહથી આગળ ચાલી, ધીરજપૂર્વક પગથિયાં ચડી, જ્યાં સુધી ગંતવ્ય સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક પ્રયત્નવાન રહેવા યોગ્ય છે. વાણીવિલાસને સાધનાક્ષેત્રમાં સ્થાન નથી. જે વાંચ્યું છે તે જીવનમાં ઉતારી આત્મા અનુભવવો રહ્યો. શ્રત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી, ધ્યેય નક્કી કરવું જોઈએ અને ધ્યેયની પ્રાપ્તિ અર્થે પોતાનાં પ્રકૃતિ, સંયોગો અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શોધી, તે પ્રમાણે આચરણ કરતાં આત્માનુભૂતિ થાય છે.
આમ, સતુશાસ્ત્ર સુપાત્ર જીવને મોક્ષમાર્ગમાં આધારભૂત બને છે. ભૌતિક સુખનાં સાધનોની ઝાકઝમાળ અને અસત્સંગ તથા અસત્વસંગની પ્રબળતા વચ્ચે જીવ સાવચેત ન રહે તો તે માર્ગથી ચુત થઈ જાય છે, પરંતુ તે સત્શાસ્ત્રનો આધાર લે તો તે મોક્ષમાર્ગે ટકી રહે છે. જીવના આદર્શો સ્પષ્ટ છે, પણ મોળા છે; એમાં જો તેને શાસ્ત્રોનો સાથ મળે તો એ વિચારોને ટેકો મળે છે અને એ અમલમાં મૂકવાની શક્તિ મળે છે. તેના સિદ્ધાંતો ચોક્કસ છે, પણ ઢીલા છે; એમાં જો તેને શાસ્ત્રોની હૂંફ મળે તો એ સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું શક્ય બને છે. તેનાં જીવનમૂલ્યો ઊંચાં છે, પણ કાચાં છે; એમાં જો શાસ્ત્રોનો સહકાર મળે તો તે મૂલ્યો સાચવવા અને જીવનમાં ઉતારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org