________________
૪૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
એવા આ વર્તમાન કાળમાં જ્ઞાનયોગ અભરાઈએ મુકાઈ ગયો છે, જ્ઞાનની આરાધના માત્ર શાસ્ત્રાધ્યયન પૂરતી જ સીમિત રહી ગઈ છે અને તેમાં પણ નિશ્ચયદૃષ્ટિ તો લગભગ વિસ્તૃત જ થઈ ગઈ છે. એ તથ્ય ભુલાઈ ગયું છે કે અનુભવજ્ઞાનની ઉપલબ્ધિ વડે જ મનુષ્યભવની કૃતાર્થતા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે ‘જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું.૧
જ્યાં સુધી જીવે આત્મદ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું નથી, ત્યાં સુધી તે આત્માનું ગુણઠાણું પહેલું જ રહે છે; પછી ભલે તે મુનિ હોય, આચાર્ય હોય કે ગચ્છાધિપતિ હોય. આત્મજ્ઞાન ન હોય, પણ માત્ર બાહ્ય ત્યાગ, ઉગ્ર તપસ્યા, વિપુલ શાસ્ત્રાભ્યાસ આદિ કરવાથી અને વિશાળ શિષ્યવૃંદના નાયક બનવાથી છઠ્ઠું ગુણસ્થાનક પ્રાપ્ત થઈ ચૂક્યું છે એમ માનનાર અને મનાવનાર બન્ને મતાર્થી છે.
-
અબુધ તત્ત્વમૂઢ મતાર્થી જીવો તો ઉપર્યુક્ત ધામધૂમને જિનશાસનની પ્રભાવના તરીકે નવાજે છે, પરંતુ જ્ઞાનીપુરુષની વેધક નજર તો એમાં રહેલી ‘પરભાવના' પારખી, એવા ‘પ્રભાવક’ને જિનશાસનના વૈરી તરીકે જુએ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે
Jain Education International
‘જિમ જિમ બહુશ્રુત ને બહુ જન સંમત, બહુલ શિષ્યનો શેઠો; તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે.૨
કોઈ મુનિ કે આચાર્ય વિપુલ શાસ્ત્રજ્ઞાન ધરાવતા હોય, સમાજમાં માનનીય હોય, વિશાળ શિષ્યવૃંદના ગુરુપદે કે ગચ્છનાયકના પદે બેઠા હોય, પરંતુ એટલામાત્રથી જ તેમને સુગુરુ માની લેવાની ઉતાવળ કરવી નહીં. જો તેવા કોઈ મુનિ કે આચાર્ય આત્મજ્ઞાની હોય તો જ તેમનો ઉપદેશ આદરવા યોગ્ય છે, બાકી તે મોટા સમુદાયને ચલાવવાવાળા હોય, પણ જો આત્મજ્ઞાની ન હોય તો તે મહંત નથી. કોઈ વ્યક્તિએ શાસ્ત્રાધ્યયન ગમે તેટલું કર્યું હોય અગિયાર અંગ અને નવ પૂર્વ જેટલું શાસ્ત્રજ્ઞાન મેળવ્યું હોય, તોપણ જો તેને સ્વરૂપાનુભવ ન હોય તો જ્ઞાનીપુરુષોએ તેની ગણતરી અજ્ઞાની તરીકે જ કરી છે, કારણ કે આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન એટલે આત્મજ્ઞાન. શાસ્ત્રમાં ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૨ ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાલરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, કડી ૯ સરખાવો : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, વિહરમાન જિન સ્તવન', શ્રી ચંદ્રાનન ભગવાનનું સ્તવન, કડી ૪
=
‘તત્ત્વાગમ જાણંગ તજી રે, બહુજન સંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે.'
For Private & Personal Use Only
www.jainelibrary.org