________________
ગાથા-૨૪
૪૫૯
ચૈતન્યરસનો આસ્વાદ માણે છે.
બાહ્ય ત્યાગનું યથાયોગ્ય માહાભ્ય સમજી સપુરુષની આજ્ઞાએ સ્વરૂપજાગૃતિપૂર્વક તેની આરાધના કરતાં તે ત્યાગ સફળ થાય છે, પરંતુ જે જીવ અંતર્યાગરૂપ કાર્યના કારણ એવા બાહ્ય ત્યાગને જ સર્વસ્વ માને છે અને અંતર્યાગની ઉપેક્ષા કરી માત્ર બાહ્ય ત્યાગ ઉપર જ લક્ષ રાખે છે અને તેનો જ આગ્રહ કરે છે, તે જીવ ક્રિયાજડ મતાર્થી જીવમાં ગણના પામે છે. આવી મિથ્યા માન્યતાવાળો જીવ કદાપિ સંસારત્યાગ કરીને સાધુવેષ ધારણ કરે તો પોતે ઘણું કર્યું છે એવું અભિમાન તેને વર્તે છે. તે બાહ્ય ત્યાગમાં જ અટકી જઈ, પૂજા-સત્કાર આદિ કામનાને વશ થઈ પોતાને મહાન મનાવવાની ઇચ્છા કરે છે અને લોકો તેને સદ્ગુરુ તરીકે ઓળખે-માને એવી અંતરમાં કામના રાખે છે. આવો જીવ પોતાના મતાર્થને દઢ કરી અને વળી તેવો જ ઉપદેશ આપી, અન્યના મતાર્થને પોષીને મહા અનર્થને નોતરે છે.
આવા મતાર્થી ગુરુઓ સાધુનો વેષ ધારણ કરી, લોકોપદેશના બહાને લોકરંજન માટે અનેક પ્રકારની બાહ્ય ક્રિયાઓ કરે છે, પણ જ્ઞાન-ધ્યાનમાં જરા પણ પ્રવૃત્ત થતા નથી. તેઓ એકાંતે પોતાની માન્યતા પકડી રાખે છે. કોઈ અન્ય મહાત્મામાં બાહ્ય ક્રિયાની કાંઈ અલ્પતા દેખે તો તે સાધુ નથી' એવું બોલતાં તેઓ જરા પણ ખચકાતા નથી. પોતાના અવગુણોનું તેમને ભાન નથી અને પારકી પંચાતમાંથી તેઓ ઊંચા આવતા નથી. આવા માયા-કપટથી ભરેલા જીવો વેષધારી હોવા છતાં તેમનું સ્થાન જિનશાસનમાં નથી. તેમની અવળી રુચિના કારણે તેમનાથી થતી અવળી પ્રવૃત્તિ અંગે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે –
વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે;
ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે." ગૃહસ્થો તો વિષયરસમાં પ્રવૃત્ત છે અને કુગુરુઓ પણ જૈનશાસનની શોભા અને પ્રભાવનાને બહાને પોતાનાં સામૈયાં કરાવવાં, સંઘપૂજનો અને મહોત્સવો કરાવવાં ઇત્યાદિ પ્રકારની શોરબકોરવાળી બાહ્ય પ્રવૃત્તિઓ પોતાની કીર્તિને પ્રાધાન્ય આપવાના લક્ષે આગળ ચલાવી રહ્યા છે. આમાં જ્ઞાનમાર્ગનો સંપૂર્ણ અભાવ હોવાથી ધર્મ પાછળ રહી જાય છે, દૂર થતો જાય છે.
અનેક પૂર્વાચાર્યોએ અસંદિગ્ધ ભાષામાં એ સાવધાની ઉચ્ચારી છે કે માત્ર બાહ્ય ત્યાગ, કાયક્લેશ કે ધર્માનુષ્ઠાનોથી જીવનો વિસ્તાર નથી, પરમપદની પ્રાપ્તિને અર્થે જ્ઞાનયોગની પણ આવશ્યકતા છે. પરંતુ જ્યાં પરમાર્થવૃત્તિ અત્યંત ક્ષીણપણાને પામી છે ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org