________________
ગાથા-૨૪
૪૬૧
કરેલા નિર્દેશ અનુસાર પુરુષાર્થ કરીને સ્વરૂપનો અનુભવ લાધે ત્યારે તેને જ્ઞાન લાધ્યું ગણાય. શાસ્ત્રપાઠરૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન તો હોય, પણ જો તે ભાવશ્રુતજ્ઞાનરૂપ આત્મજ્ઞાનમાં પરિણમ્યું ન હોય, અંતરંગ વિરક્તિ પ્રગટી ન હોય તો તે અજ્ઞાન જ છે. શ્રીમદે પ્રકાશ્ય છે -
જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન “અજ્ઞાન' કહેવા યોગ્ય છે અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.”૧
આત્મતત્ત્વ સંબંધી તમામ માહિતી એકઠી કરવી, તત્સંબંધી વાંચવું, સાંભળવું, સમજવું, યાદ રાખવું, વિચારવું ઇત્યાદિ સર્વ જ્યાં સુધી નિજ શુદ્ધાત્મસ્વરૂપની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સમ્યજ્ઞાનની સંજ્ઞા પામતું નથી. જ્ઞાયકને ધ્યેય બનાવી વિચારમાં તેનું નિરંતર રહણ કરે, નિજ જ્ઞાયકસ્વભાવની ઊર્ધ્વતા રાખે, તેના જ ભાસનનો સતત અભ્યાસ કરે ત્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. અંતર્મુખ પુરુષાર્થ વડે, સ્વભાવના ઉગ્ર આશ્રય વડે પ્રવર્તતાં પરપણે વેદાનું જ્ઞાન સ્વપણે વેદાય છે અને સહજાત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે. સ્વાનુભવરૂપ સંવેદનમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ ઝળકે છે. ચૈતન્યસમ્રાટ પોતાના આનંદ, શાંતિ, જ્ઞાનાદિ અનંત ગુણોની સ્વાભાવિક અભુત પર્યાયોમાં પ્રગટ થાય છે. પોતાના જે નિધાનથી અત્યાર સુધી તે અજાણ હતો, તે નિધાન પ્રગટે છે. પોતાની પ્રતિષ્ઠા પોતામાં થાય છે.
નિજ શુદ્ધાત્મપદમાં નિવાસ કરનાર જ્ઞાનીને જ્ઞાન-વૈરાગ્યની એવી અદ્ભુત દશા પ્રગટે છે કે તેમને ઇન્દ્રિયવિષયો ભોગવવા યોગ્ય ભાસતા નથી. તેમને તેમાં ભોગ્યબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, સુખબુદ્ધિ થતી નથી. જ્યાં સુધી નિજપદની પ્રતીતિ ન હતી, ત્યાં સુધી સુખ પરમાં છે એમ મનાતું હતું, પરંતુ હવે દષ્ટિ પલટાઈ જતાં સુખ, શાંતિ અને સલામતી પરના આધારે છે એવી મિથ્યા બુદ્ધિનો નાશ થાય છે. હવે ગમે તે સ્થળે, ગમે તે સંયોગોમાં પોતાનાં સુખનિધાન પોતાની સાથે જ રહે છે, અળગાં થતાં નથી એવી શ્રદ્ધા ખસતી નથી. કર્મોદયવશ અનુકૂળ-પ્રતિકૂળ મનાતા સંગ-પ્રસંગમાં તેઓ મુકાય, છતાં પણ તેમાં તેમને પ્રગટેલી સમ્યક્ પ્રતીતિના કારણે તેઓ નિરંતર તે સંગપ્રસંગથી જુદા જ રહે છે. અનુકૂળ ભોગો જ્ઞાનીને લલચાવી શકતા નથી, તેમ પ્રતિકૂળતાના ગંજ આવી પડે તો તે તેમને દુઃખી કરી શકતા નથી. જાગૃત અવસ્થામાં તો જ્ઞાયક નિરાળો રહે જ છે, પરંતુ સ્વપ્નમાં પણ ચેતન અને જડ, સ્વભાવ અને વિભાવ એકરૂપ નથી લાગતાં, સ્પષ્ટ જુદાં જ ભાસે છે. વિભાવ ઊઠે કે તરત જ્ઞાન અને રાગની સંધિ ઉપર તેઓ પ્રજ્ઞાછીણી પટકાવે છે અને બન્નેને જુદા કરે છે. તેઓ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૭ (પત્રાંક-૯૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org