________________
૫OO
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવ સદ્ગુરુનાં વચનો તથા તે વચનોના આશયને સમજવામાં બુદ્ધિને પ્રેરવાને બદલે માન કઈ રીતે મેળવવું, સાચવવું, વધારવું તેની યોજનામાં જ મશગૂલ રહે છે.
માનમાં રચ્યાપચ્યા રહેલા મતાર્થી જીવને જ્ઞાનનો ઉપદેશ કોઈ અસર કરતો નથી. બહેરાને કરેલો ઉપદેશ અરણ્યરુદન જેવો છે, તેમ મતાર્થી જીવને કરેલો ઉપદેશ નિરર્થક નીવડે છે. ભૂખ ન હોય તેને માટે પકવાન-મેવા વગેરેનાં ભોજન નકામાં છે, તેમ મતાર્થી જીવ રુચિ વિના, ગરજ વિના, ઇચ્છા વિના ઉપદેશ સાંભળતો હોવાથી તેને કોઈ લાભ થતો નથી. જેને જાગવું જ ન હોય, તેની પાસે ઢોલ વગાડવામાં આવે તોપણ શું વળે? જેને પોતાના માનાદિ દોષો દૂર કરવાની લગન લાગી હોય તેને જ્ઞાનીની વાણી અવશ્ય કાર્યકારી થાય, પણ જો આત્મકલ્યાણની તૃષા ન જાગે તો તેના હૈયામાં તે બોધની અસર ન થાય. મતાથને ભવભ્રમણનો ભય જ નથી લાગતો અને તેથી તે માનને નિર્મૂળ કરવાની દરકાર નથી કરતો અને સદ્ગુરુના ઉપદેશની અવગણના કરી પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ વ્યર્થ ગુમાવી દે છે.
આમ, મતાર્થી જીવ તુચ્છ માનને ખાતર મોક્ષની રૂડી આરાધનાથી વંચિત રહે છે. જેમ કોઈ મૂરખ થોડી રાખને માટે ચંદનના વૃક્ષને બાળી નાખે, જેમ છાસને માટે કોઈ રત્નને વેચી દે, જેમ ખીલી મેળવવા માટે વહાણને તોડી નાખે, જેમ નાનકડા દોરાના કટકાને માટે મોતીની કંઠી તોડી નાખે; તેમ માન અને મોટાઈની મીઠાશ માણવા માટે મતાર્થી જીવ સદ્ગુરુની દુરાગ્રહછેદક વીતરાગવાણીની ઉપેક્ષા કરીને અસદ્દગુરુનો આશ્રય દેઢ કરે છે. મતાર્થી જીવની ઊંધી દષ્ટિના કારણે સાચા ગુરુનો યોગ મળવા છતાં તે યોગ તેને મોક્ષનું કારણ થતું નથી અને કુગુરુના યોગમાં તેના માનને પુષ્ટિ મળ્યા કરે છે અને સંસારવૃદ્ધિ થાય છે.
આવા જીવોને શિખામણ આપતાં જ્ઞાનીઓ કહે છે કે “જે સદ્ગુરુનો મહિમા સર્વલબ્ધિધારી, સાતિશય વચનયોગધારક સર્વજ્ઞ ભગવાન પણ પૂરેપૂરો કહી શકે એમ નથી, તેવા સદ્ગુરુથી તુચ્છ માન માટે વિમુખ થઈ તું અસદ્દગુરુને શા માટે સેવે છે? ભવભ્રમણનો અભાવ કરવા ઉત્તમ માનવદેહ મળ્યો છે, તેને મહાદુઃખદાયી અકલ્યાણકારી માનમાં વેડફી દેવો યોગ્ય નથી. મહાપુણ્યના ઉદયે મહાદુર્લભ મનુષ્યભવમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉત્તમોત્તમ યોગ તથા આત્મહિતકારી ઉપદેશ પામ્યો છે, એમાં જો માન ટાળવાનો ઉપાય નહીં કરે તો ફરી આવો અવસર નહીં મળે. સર્વ દુર્લભ અવસર તને સુલભ બની ચૂક્યા છે, માટે જાગૃત થઈ ત્વરાથી આત્મકલ્યાણ કરી લે. આ યોગ લાંબો સમય નહીં રહે. લાખેણી ક્ષણ જઈ રહી છે. તું માન નહીં છોડે તો મળેલું બધું એળે જશે. સદ્દગુરુથી વિમુખ વર્તીને તું ગંભીર ભૂલ કરી રહ્યો છે. ખોટાં બહાનાં કે જૂઠી દલીલો તને નહીં બચાવી શકે. તેથી હવે તું પડખું ફેરવ. જુગ જુગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org