________________
ગાથા-૨૬
૪૯૯
વિધવિધ પ્રકારે સેવા પણ કરે છે. યાત્રા-પ્રતિષ્ઠાદિ પ્રસંગે સ્વાદિષ્ટ ભોજન, નયનરમ્ય આવાસ, શારીરિક સેવા, આદર-સત્કાર વગેરે સુખકારીનાં સાધનો તેની તહેનાતમાં હાજર રહે છે. દઢ મુમુક્ષુના બિરુદથી આવાં માનપાન મળતાં હોવાથી તે એવું બિરુદ આપનાર અસગુરુના જ સંગમાં રહેવા ઇચ્છે છે. તેને લૌકિક પ્રતિષ્ઠાની કામના એટલી પ્રબળ વર્તે છે કે તે લોકેષણાની દુષ્ટ વાસનાથી પ્રેરાઈને અચિંત્ય ચિંતામણિ એવા સગુરુનો યોગ પણ ત્યજી દે છે અને અસગુરુના સંગમાં કલ્યાણ થશે એવા ભ્રમમાં રાચે છે. આવા જીવોને ચેતવણી આપતાં શ્રીમદ્ લખે છે –
‘અસદ્દગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તો તીર્થકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસગુરુમાં કંઈ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ ન્યૂનાધિકપણું ઠર્યું જ નહીં.”
ચક્ષુહીન માણસ અજ્ઞાત પ્રદેશમાં અન્ય અજાણ્યાનો માર્ગદર્શક થઈ શકે જ નહીં, તેમ અજ્ઞાની ગુરુ (અસદ્દગુરુ) અજ્ઞાનથી મુક્ત થયા વિના, સમ્યકત્વને પામ્યા વિના, ભવસમુદ્રથી તર્યા વિના બીજાને તારી શકે જ નહીં. સદ્ગુરુ લાકડાની નાવ સમાન છે, પોતે તરે છે અને બીજાને તારે છે; જ્યારે અસદ્ગુરુ પથ્થરની નાવ સમાન છે, પોતે ડૂબે છે અને બીજાને ડુબાડે છે. જેમ ગાઢ અંધકારમાંથી પ્રકાશ ઉદ્ભવી શકે નહીં, હળાહળ ઝેરમાંથી અમૃતનું બિંદુ નીપજી શકે નહીં, અગ્નિની પ્રચંડ જ્વાળામાંથી શીતળતાનું સર્જન થઈ શકે જ નહીં; તેમ અસદ્ગુરુ દ્વારા સમકિતની પ્રાપ્તિ થઈ શકે જ નહીં. અસગુરુથી પણ તરાય એમ કહેનાર કે માનનાર જીવ અનંત જ્ઞાનીઓની આશાતના કરે છે અને પરમ કલ્યાણકારી પરમાર્થમાર્ગનો વિરાધક બનીને અનંત ભવની વૃદ્ધિ કરે છે.
અસદ્દગુરુનો આશ્રય કરવાથી કલ્યાણને બદલે પારાવાર અકલ્યાણ થતું હોવાથી મુમુક્ષુઓએ આત્મશુદ્ધિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોથી વંચિત હોય એવા, કેવળ “અંધોઅંધ પલાય'ના ન્યાયે ધર્મપ્રવર્તન કરતા-કરાવતા હોય એવા અસદ્ગુરુનો ત્યાગ કરવો જોઈએ અને શુદ્ધ ગુરુની ઉપાસનામાં પ્રવર્તવું જોઈએ. શુદ્ધ ગુરુને મિથ્યાત્વનો ક્ષય થયો હોવાથી અને અહંભાવ મટી ગયો હોવાથી તેમનાં વચનો આત્માર્થ ભણી જ દોરે છે. તેમની વાણી ઉન્નત માર્ગે જવાની પ્રેરણા આપે છે. તે વચનો અનુસાર પોતાની વૃત્તિ-પ્રવૃત્તિને ઢાળતાં આત્મવીર્ય પ્રબળ બને છે અને સાધના વેગ પકડે છે. સદ્ગુરુના બોધને અનુસરનારના અંતરમાં તે બોધ પરિણામ પામવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી સદ્ગુરુએ કહેલું કેવળ સત્ય જ છે, નિઃશંકપણે ઉપાદેયરૂપ - આરાધ્યરૂપ છે એવી અંતરમાં શ્રદ્ધા કરી, તે વચનોનું ભાવપૂર્વક મનન કરવું ઘટે છે. પરંતુ મતાથ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૯ (ગાથા ૯ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org