________________
૧૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “કોટિ જન્મ તપ તર્પ, જ્ઞાન વિન કર્મ ઝરેં જે, જ્ઞાનીકે છિનમેં, ત્રિગુપ્તિā સહજ ટરે તે; મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાય,
નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.” અહીં જણાવ્યા પ્રમાણે આત્મજ્ઞાન વિના કોઈ વ્યક્તિ દીક્ષા લઈને આખું જીવન પંચ મહાવ્રત પાળે, તપ કરે, ઉપવાસ કરે અને તેનાથી જે કાંઈ કર્મો ખરે, તે કર્મો આત્મજ્ઞાનીને ત્રિગુપ્તિ વડે એક ક્ષણમાં સહેજે ખરી જાય છે. આત્મજ્ઞાનના પ્રતાપે જ્ઞાનીને મન-વચન-કાયાથી ભિન્ન ચૈતન્યપરિણતિ સદા વર્તતી હોવાથી તેમને સહેજે નિર્જરા થયા કરે છે. આત્મજ્ઞાન વગર મહાવ્રત પાળીને જીવ અનંત વાર સ્વર્ગમાં નવમી રૈવેયકે જાય તો પણ જન્મ-મરણનું પરિભ્રમણ તો ઊભું જ રહે છે.
અજ્ઞાની જીવ સત્ક્રિયાનો મર્મ સમજ્યા વિના તેમાં જ બાહ્ય ભાવે લીન રહે છે અને ઉપયોગને સ્વ તરફ એકાગ્ર કરતો નથી. અનંત કાળથી સક્રિયા કરવા છતાં પણ તેનું વલણ પર તરફ જ રહ્યું છે. સ્વ તરફ વળવું તે જ આરાધક ભાવ છે. સત્સાધનનું સ્વરૂપ યથાર્થપણે નહીં સમજવાથી જીવને આરાધક ભાવ પ્રગટ્યો નથી. જેમ કે તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્ય તપ કરવાથી તો નિર્જરા થાય નહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે અને શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચાદિ પણ ભૂખ-તરસાદિ સહન કરે છે. અહીં કોઈ એમ કહે કે તે તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મબુદ્ધિપૂર્વક ઉપવાસાદિરૂપ તપ કરે તેને નિર્જરા થાય છે. તેનું સમાધાન એ છે કે ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિ કરે, તોપણ ઉપયોગ તો તે વખતે અશુભ, શુભ અથવા શુદ્ધ એમ કોઈ પણ રીતે પરિણમી શકે. જો ઘણા ઉપવાસાદિ કરવાથી ઘણી નિર્જરા થાય તથા થોડા ઉપવાસાદિ કરવાથી થોડી નિર્જરા થાય એવો નિયમ હોય તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ જ ઠરે, પણ એમ તો છે જ નહીં, કારણ કે પરિણામ અશુદ્ધ હોય તો ઉપવાસાદિ કરીને પણ નિર્જરા થવી સંભવતી નથી. ઉપયોગ સ્વસમ્મુખ કરવો - રાખવો એ જ યથાર્થ સાધના છે અને તેમ કરવામાં જ સાધનની - વૈરાગ્યાદિ ક્રિયાઓની સાર્થકતા છે. આત્મજ્ઞાનના અભાવમાં જ આ જાગૃતિ વર્તતી હોવાથી આત્મજ્ઞાન સહિતના વૈરાગ્યાદિને મોક્ષપ્રાપક કહ્યાં છે. આ સંદર્ભમાં શ્રીમદ્ પ્રકાશે છે કે –
જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જે એક વર ન ૧- પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૪, કડી ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org