________________
ગાથા-૩૯
૬૯૫
અહીં શ્રીમદે જીવના પ્રકૃતિગત અનેક પ્રકારના દોષોને ગૌણ કરીને તેના સૌથી મોટા દોષ પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે. જીવ સાથે લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો વિસ્તાર અનંત છે. કર્મ અનંત પ્રકારનાં છે અને તે કર્મને આધીન થઈને જીવન જીવી રહેલા મનુષ્યોમાં અનેક પ્રકારની ચિત્રવિચિત્રતાઓ દેખાય છે. કર્મના પ્રકાર અનંત હોવાથી જીવના દોષના પ્રકાર પણ અનંત ભાસે છે, જેમ કે કોઈ ક્રોધી, કોઈ કામી, કોઈ લોભી, કોઈ ભયભીત, કોઈ શોકમગ્ન, કોઈ નાસ્તિક વગેરે. જેમ અનંત પ્રકારનાં કર્મો છે, તેમ તે તે કર્મને વશ પડેલા જગતના જીવોના દોષો પણ અનંત છે. આ અનંત પ્રકારના દોષોમાં મુખ્ય દોષ બતાવતાં શ્રીમદ્ કહે છે કે મોટામાં મોટો દોષ એ છે કે તીવ્ર મુમુક્ષતા કે મુમુક્ષતા જ ઉત્પન્ન નથી થઈ. દેઢ મોક્ષેચ્છાનો અભાવ એ જ જીવનો સૌથી મોટો દોષ છે. ‘મારે સર્વ દોષથી રહિત થવું છે, સર્વ કર્મોથી છૂટી શાશ્વત જ્ઞાન અને આનંદ પામવાં છે' એવી મોક્ષેચ્છા જ જીવને થઈ નથી. જ્યાં સાધારણ મોક્ષેચ્છા પણ પ્રગટી નથી, ત્યાં ઉગ્ર મુમુક્ષુપણું તો ક્યાંથી સંભવે? મુમુક્ષતા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવનો સૌથી મોટો દોષ ઊભો છે અને જ્યાં સૌથી મોટો દોષ ઊભો છે ત્યાં નાના નાના દોષ થયા જ કરવાના. તે દોષો કાઢવાના પ્રયત્ન કરવા છતાં તે નીકળશે નહીં. સાચી મુમુક્ષુતા આવ્યા વગર કોઈનું પણ મોક્ષમાર્ગે પ્રયાણ થઈ શકતું નથી. મુમુક્ષતા ઉત્પન્ન કર્યા વિના જીવને જાત અને જગતનું, સ્વ અને પરનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી અને તેથી અનાદિ કાળથી તે નિજાત્મા પ્રત્યે બેદરકાર રહી, જન્મ-જરામરણ અને આધિ-વ્યાધિ-ઉપાધિનાં અનેક દુઃખો પામતો રહ્યો છે.
સામાન્યતઃ જે સદાચાર પાળતો હોય, ધાર્મિક ક્રિયાઓ નિયમિતપણે કરતો હોય તેને મુમુક્ષુ કહેવાય છે, પરંતુ મોક્ષ તરફનું આંતરિક વલણ ન હોય તો તે જીવ સાચો મુમુક્ષુ કહેવડાવવાને લાયક નથી. આ દુનિયામાં અનેક ધર્મમતો પ્રવર્તે છે. મનુષ્યાત્મા ઘણું કરીને કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે. કોઈ પોતાને હિંદુ, કોઈ મુસલમાન, કોઈ ખિસ્તી, કોઈ જૈન વગેરે માને છે. જે માતા-પિતાને ત્યાં દેહ ધારણ કર્યો તે માતા-પિતાનાં કુળને, ધર્મને, રીતરિવાજને, માન્યતાને, ધર્મવ્યવસ્થાને, ધર્મસ્થાનકોને, પહેરવેશને, ક્રિયાઓને, આચાર આદિને મનુષ્ય પોતાનાં માને છે; અને એમ કરવાથી પોતે ધર્મી છે, આરાધક છે, મુમુક્ષુ છે એવી માન્યતામાં તે પ્રવર્તે છે. મંદિર, મસ્જિદ, ગિરજાઘર, દહેરાસર આદિમાં જવું; રૂઢિગત રીતે પૂજા, બંદગી, પ્રાર્થના, પ્રતિક્રમણ સૂત્રો બોલી જવાં; શરીરની બેસવાની, ઊઠવાની, નમવાની, સ્થિર થવાની કે બીજી ક્રિયાઓમાં પ્રવર્તવું; તેને ધર્મીપણું કે મુમુક્ષુપણું માને છે, પણ તેનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા કોઈ ક્રિયા કે વિધિનું નામ નથી, પરંતુ તે એક અંતરંગ પરિણમન છે.
અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ ન રહે ત્યારે જીવમાં મુમુક્ષતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org