SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૭ ૬૫૯ પ્રાપ્તિના માર્ગમાં દઢ પ્રીતિ તથા પ્રતીતિ થાય છે. કર્મકૃત વ્યક્તિત્વથી ભિન્ન એવું પોતાનું સ્વાભાવિક શુદ્ધાત્મસ્વરૂપ તેને સમજાય છે. સગુરુએ બતાવેલ કૂંચીઓના આધારે તે પ્રેમથી, હર્ષથી, ઉલ્લાસથી, તત્પરતાથી મોક્ષમાર્ગમાં યથાર્થ પુરુષાર્થ આદરી શકે છે. કોઈ વિકટ ઉદયપ્રસંગમાં તે મૂંઝાઈ જાય ત્યારે સદગુરુ તેના ચિત્તનું સમાધાન કરે છે તથા તેનામાં ઉત્સાહ જગાડી આત્મવિશ્વાસનું વિશિષ્ટ બળ પ્રદાન કરે છે. સદ્ગુરુ તેના સાધનાપથમાં આવતાં પતનસ્થાનોથી બચવાનો તેને ઉકેલ આપે છે. તેઓ અવનવી તરકીબો વાપરી તેના દોષોનું ભાન કરાવે છે અને તે દોષો કઢાવે છે. તેઓ વિવિધ પ્રકારે તેને આત્મસાધનાના અમૂલ્ય પાઠ શીખવી આત્મસોપાન ઉપર આરોહણ કરાવે છે. તેમના ચરણકમળની ઉપાસનાથી પ્રગતિ સાધતાં સાધતાં શિષ્યને શુદ્ધાત્માના નિરંતર અભ્યાસ દ્વારા નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટે છે. સદ્દગુરુની આજ્ઞાએ વર્તી તે અજર, અમર નિજપદ પ્રાપ્ત કરી લે છે. આમ, સદ્ગુરુની આજ્ઞાને આધીન વર્તવાથી સ્વરૂપસન્મુખતા થાય છે, સ્વરૂપરમણતા થાય છે. મોક્ષમાર્ગ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ એવા સત્પરુષને આધીન હોવાથી શ્રીમદે સપુરુષની શોધનું મહત્ત્વ પ્રકાશમાં લખ્યું છે કે – “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.' જીવે સદ્ગુરુની શોધ અંગે અત્યંત સાવધાન રહેવું ઘટે છે. જો કોઈ જીવને સદ્ગુરુના બદલે અસદ્દગુરુનો ભેટો થઈ જાય તો તે તેનું મહાદુર્ભાગ્ય છે, કારણ કે અસદ્ગુરુના આશ્રયે તો જીવનો સંસાર ઘટવાને બદલે વધે છે. માન-મોહમાં આસક્ત બનેલા અસદ્ગુરુઓ યશ-કીર્તિ, આજ્ઞાંકિત સેવકો આદિ પામી હર્ષિત થાય છે અને વિશાળ શિષ્યસમુદાય આદિ એકઠાં કરવામાં પોતાનાં જીવનની સાર્થકતા માને છે. તેઓ આત્મજ્ઞાન, સમદર્શિતા વગેરે સદ્ગુરુને યોગ્ય એવાં લક્ષણોથી રહિત હોવા છતાં, બીજાને તારી શકવામાં અસમર્થ હોવા છતાં, શિષ્ય બનાવવાની લાલસાના કારણે ગુરુપદે રહી લોકોનો ગેરલાભ ઉઠાવે છે. આવા અસદ્ગુરુનો આશ્રય જીવને અત્યંત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૪-૧૯૫ (પત્રાંક-૭૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy