________________
૬૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અંતરમાં જ છે અને તેથી તે સુખ તથા શાંતિ કોઈ પણ બાહ્ય પદાર્થોમાં શોધતો નથી, પરંતુ પોતાના અતીન્દ્રિય સ્વભાવનો આશ્રય કરી તે તેમાં જ સ્થિર રહેવા ઇચ્છે છે. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપી આત્માનો નિશ્ચય થતાં જ તેની સત્ તરફની રુચિ વધતી જાય છે અને સંસાર તરફની રુચિ ઓછી થતી જાય છે. પરમાંથી સુખબુદ્ધિ ઓછી થતી જતી હોવાથી તે હવે આરંભ-પરિગ્રહથી છૂટવા ઇચ્છે છે. ધન, વૈભવ, સત્તા, પ્રતિષ્ઠા અને જડ પદાર્થોની પ્રાપ્તિની આકાંક્ષાથી તે હવે નિવૃત્ત થાય છે. આત્મસાધના સિવાય બીજા કોઈ કાર્યની તેને કામના રહેતી નથી. જ્ઞાનાનંદસ્વરૂપી આત્માની પ્રાપ્તિની એકમાત્ર ઝંખના તેને વર્તે છે. હવે તેનું મન માન, પૂજા, સત્કાર, લબ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ આદિની પ્રાપ્તિની ઇચ્છાથી ગ્રસિત થતું નથી; અર્થાત્ એવા કોઈ પણ પ્રકારનો ઇચ્છારોગ હવે તેના મનમાં રહેતો નથી. તેને એકમાત્ર આત્મકલ્યાણની જ અભિલાષા વર્તે છે.
અનાદિ કાળથી ચાલ્યા આવતા જીવના પરિભ્રમણનો અંત આજ સુધી વિશેષાર્થ આવ્યો
* આવ્યો નથી. આ તથ્ય એમ સૂચવે છે કે આ જીવથી એવી કોઈ ભૂલ વારંવાર થયા કરી છે કે જેના કારણે તેના સંસારનો ભોગવટો હજી સીમિત થયો નથી. વારંવાર પુનરાવર્તન પામતી એ ભૂલના કારણે તેની શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા પૂર્ણ થવામાં વિદનોની પરંપરા નડ્યા કરે છે. જ્યાં સુધી આ વિશ્નોની પરંપરાનો ક્ષય કરવામાં ન આવે ત્યાં સુધી શાશ્વત સુખનો લાભ મળી શકે જ નહીં. તેથી ગમે તેમ કરીને ભૂલોની એ પરંપરાને અટકાવવી જોઈએ.
આ જીવે સ્વચ્છેદે વર્તીને અનેક ભૂલોની હારમાળા સર્જી છે. તે નિજમતિકલ્પનાથી ધર્મારાધના કરતો હોવાથી તેનો વિપર્યાસ મટતો નથી. તે પોતાની મેળે સાર-અસારનો વિવેક પ્રગટાવી શકતો નથી અને હું જાણું છું', સમજું છું', “ધર્મની મને ખબર છે' એમ અહંકાર કરી પોતાનું પારાવાર નુકસાન કરે છે. આમ, સ્વરૂપની ઓળખાણ તથા પ્રાપ્તિથી તે વંચિત રહેતો હોવાથી તેના ભવનો અંત આવતો નથી. જીવનું આ અનાદિ પરિભ્રમણ, મોક્ષમાર્ગનાં ગહનતમ રહસ્યોના જ્ઞાતા એવા સદ્ગુરુ દ્વારા જ અટકી શકે છે. પ્રત્યક્ષ સદ્ગુરુનાં વીતરાગરસયુક્ત વચનામૃત, ગુણોથી સુશોભિત પવિત્ર મુખમુદ્રા તથા અપૂર્વતાને પ્રાપ્ત કરાવનાર પરમ ઉપકારી સત્સમાગમ આત્મદશાની ઊંચી શ્રેણીને પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠ નિમિત્તકારણ છે. પ્રત્યક્ષ સદ્ગુરુના આશ્રયથી જીવને સરળતાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે.
શુદ્ધ આત્મદશાના સ્વામી એવા પ્રત્યક્ષ સદ્ગુરુના અંતરમાં મોક્ષમાર્ગનો પૂરો નકશો હોય છે. તેઓ તેમની વિશુદ્ધ પ્રજ્ઞાથી શિષ્યને મોક્ષમાર્ગની સ્પષ્ટ સમજણ આપી, તેને તે માર્ગમાં આરૂઢ કરે છે. તેમના આશ્રયના બળે જીવને આત્મિક સુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org