________________
૭૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાના આત્માનું ભેદજ્ઞાન કરે છે અને અંતર તરફ ઢળે છે.
તત્ત્વનિર્ણય એ વિકલ્પાત્મક ભૂમિકા છે, પરંતુ એ ભૂમિકા પ્રાપ્ત થયા પછી આગળ વધવામાં વિકલ્પ સહાયકારી થઈ શકતા નથી. જો જીવ વિકલ્પમાં એકતા કરીને તેના જ વેદનમાં અટકી જાય, વિકલ્પથી જુદો પડીને સ્વભાવના વેદનમાં ન આવે તો સમ્યગ્દર્શન પ્રગટતું નથી. સમ્યગ્દર્શન શુદ્ધાત્માને આશ્રયે પ્રગટે છે, વિકલ્પના આશ્રયે નહીં. પ્રારંભની ભૂમિકામાં પ્રમાણાદિના કે પર્યાયાદિના કે ગુણ-ગુણીના વિકલ્પો વડે આત્માનો નિર્ણય કરવો અત્યંત આવશ્યક છે, કલ્યાણકારી પણ છે, પરંતુ ઉપયોગ વિકલ્પ સહિત સ્વરૂપમાં પ્રવેશી શકતો નથી. જેમ સૂર્યમાં અંધકારનો પ્રવેશ શક્ય નથી, તેમ વસ્તુસ્થિતિ જ એવી છે કે ચૈતન્યસ્વરૂપમાં વિકલ્પનો પ્રવેશ શક્ય નથી. જેમ સૂર્યનો સ્વભાવ જ અંધકારનો નાશ કરવાનો છે, તેમ ચૈતન્યસૂર્યનો સ્વભાવ જ વિકલ્પરૂપ અંધકારનો નાશ કરવાનો છે. માટે પ્રથમ ઉપલકપણે, એટલે કે વિકલ્પના સંગે અને પછી ઊંડાણથી, એટલે કે વિકલ્પને તોડીને સ્વરૂપનો અભ્યાસ કરવો યોગ્ય છે. તે સિવાય દુઃખમુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. પહેલાં ભલે હું શરીરાદિ પરદ્રવ્ય અને રાગાદિ વિભાવથી જુદો જ્ઞાયક છું' એમ ઉપલકપણે વિકલ્પની ભૂમિકામાં અભ્યાસ કરવામાં આવે, જ્ઞાયકને વિકલ્પ અને મનના સંબંધથી ભાવવામાં આવે; પરંતુ પછી તે વિકલ્પને પણ તોડીને નિજજ્ઞાયકતત્ત્વને ગ્રહણ કરવું ઘટે છે. જેમ મહેલનાં બારણાં સુધી પહોંચવા માટે ગાડી મદદરૂપ થાય છે, પણ મહેલની અંદર પ્રવેશ કરવો હોય તો ગાડી છોડવી પડે છે; તેમ વિકલ્પો જીવને સ્વરૂપના આંગણા સુધી લઈ જવા માટે મદદરૂપ બને છે, પરંતુ સ્વરૂપનો અનુભવ કરવા માટે તો તે વિકલ્પ પણ છોડવા પડે છે. વિકલ્પને સાથે રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકતો નથી.
આત્માથી જીવ સ્વરૂપનો અભ્યાસ કરતો જાય છે. ઉપયોગ અંતર્મુખ થતાં તેને આત્માની એવી ધૂન ચડે છે કે ચૈતન્યની શાંતિ સિવાય બીજા કોઈ ભાવમાં તેને ચેન પડતું નથી. તેને વિકલ્પ વખતે પણ નિર્ણયમાં એમ હોય છે કે ‘આ વિકલ્પ તે મારું સ્વરૂપ નથી. હજી આ વિકલ્પથી આગળ જઈને મારે આત્મામાં ઊંડા ઊતરવાનું છે. મારાથી પ્રગટ ભિન્ન એવા પસંયોગોથી તો હું ભિન્ન છું જ, આ એકક્ષેત્રાવગાહી કાયા અને વાણીથી પણ હું ભિન્ન છું. વળી, આ મન અને તેના સમસ્ત વિકલ્પ-વ્યાપારથી પણ હું સર્વથા ભિન્ન છું અને તેથી આ સર્વને તથા શુદ્ધાત્મસ્વરૂપ સંબંધી વિકલ્પોને પણ ઓળંગી જઈ સર્વ પ્રકારે નયાતિક્રાંત - પક્ષાતિક્રાંત થઈશ ત્યારે જ હું નિજગૃહમાં પ્રવેશ કરી શકીશ.' આત્માર્થી જીવે વિકલ્પથી જુદા એવા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લીધો હોવાથી હવે તે વિકલ્પમાં અટક્યા વિના, વિકલ્પથી પણ પર એવા જ્ઞાનનો સ્વાદ લેવા માંગે છે. હું અબંધ છું, શુદ્ધ છું, ત્રિકાળી છું' એવા વિકલ્પોમાં પણ તેને હવે શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org