________________
ગાથા-૪૧
૭૨૫
નથી મળતી. તે વિકલ્પો પણ તેને આકુળ કરે છે. હવે ચિંતન પણ તેને ખિન્ન કરે છે. એક વખતનું ઉપયોગી અને ગમતું ચિંતન પણ હવે તેને બાધારૂપ લાગે છે, વિકલ્પો ભારરૂપ લાગે છે અને ચેતનાને એ વિકલ્પોથી પણ જુદી કરીને તે અંદર લઈ જવા મથે છે. તેમાં જ તેને સુખ દેખાય છે. વિકલ્પ હોવા છતાં તેના ઉપર તેને વજન હોતું નથી.
આત્માથી જીવના ઉપયોગનું વલણ અંતર્મુખ સ્વભાવ તરફ વળતાં વિકલ્પ તરફનું વલણ છૂટી જાય છે. અંદર ને અંદર જ્ઞાનસ્વભાવનું ઘોલન કરતાં કરતાં આત્મસ્વભાવના વિચારો પણ છૂટી જાય છે અને પોતાનું સ્વરૂપ કેવળ ચિન્માત્ર ભાસવા લાગે છે. હવે સર્વ પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે છે. નય-પ્રમાણ આદિના વિકલ્પો વિલય પામે છે અને અભેદ અખંડ ચૈતન્યરસમય નિજસ્વરૂપનું લક્ષ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને ઇન્દ્રિયાતીત અંતરસ્વભાવ સાથે અભેદ થાય છે, એટલે કે નિર્વિકલ્પ થાય છે. હવે “આ હું એવો વિચાર પણ નથી હોતો, ફક્ત આત્માનું વેદન થાય છે. દ્રવ્યસ્વભાવ પોતારૂપે અનુભવાય છે. કોઈ પરમ શાંતિના વેદન સહિત તેને પોતાનો - સ્વરૂપનો અનુભવ થાય છે. જ્ઞાનસ્વભાવમાં તન્મય પરિણમન થતાં તેને આત્મા જ પરમાત્મારૂપે અનુભવાય છે તથા જ્ઞાન અને વિકલ્પની અત્યંત ભિન્નતા ભાસે છે. તત્ત્વવિચાર વડે આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો હતો, તેના પ્રગટ ફળરૂપે નિજજ્ઞાન - આત્મજ્ઞાન પ્રગટે છે અને અપૂર્વ આનંદ અને અપાર શાંતિ વેદાય છે.
આમ, ઉપયોગભૂમિમાં ઉત્પન્ન થતા વિકલ્પોને છોડી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક આત્માની સન્મુખ ઉપયોગને જોડવાથી અને વારંવાર એવો અભ્યાસ કરવાથી જે સમયે સમસ્ત સંકલ્પ-વિકલ્પરૂપ ઉપાધિનો પરિહાર થાય છે, તે સમયે આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને નિજજ્ઞાન પ્રગટે છે. અનુભવ વખતે ધ્યાતા-ધ્યેયનો ભેદ પણ ન રહે એવી નિર્વિકલ્પ આનંદદશા હોય છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરનારું જ્ઞાન અંતર્મુખ થઈને, અતીન્દ્રિય થઈને આત્માને વિકલ્પથી જુદો, આનંદસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. આમ, જે જ્ઞાને નક્કી કર્યું હતું કે મારે મારો આત્મા પામવો જ છે, મારા આત્માની શાંતિ મારે પામવી જ છે એ જ્ઞાન અંતરમાં વળ્યું અને દર્શનમોહનીયનો ક્ષય થઈ આત્મજ્ઞાન પ્રગટ્યું. શ્રીમદ્ લખે છે -
દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીર પુરુષ વીતરાગોએ ૧- જુઓ : “સમાધિવિચાર', દુહો ૮૨
“આત્મઅનુભવજ્ઞાનમાં, મગન ભયા અંતરંગ; વિકલ્પ સવિ દૂર ગયા, નિર્વિકલ્પ રસ રંગ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org