________________
૭૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે.
૩૧
આત્મજ્ઞાન થતાં જ આત્માના સ્વરસની અપૂર્વ શાંતિ અનુભવાય છે, આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે, અનાદિનાં ભવદુઃખની ભયંકર અશાંતિ વિરામ પામે છે અને અપૂર્વ શાંતિમય ચૈતન્યજીવન શરૂ થાય છે. અંતરમાં આત્મા પોતાના સ્વરૂપની કોઈ પરમ તૃપ્તિનું સુખ વેઠે છે, ‘મારું સુખ મારા અંતરમાં ભર્યું છે' એમ તે ધન્ય આત્માને સુખના અનુભવ સહિતની પ્રતીતિ થાય છે. તેમને ચૈતન્યવૈભવનો એટલો અદ્ભુત અનુભવ થાય છે કે આશ્ચર્યથી પણ પર એવી કોઈ અલૌકિક ભૂમિકામાં તેમનો પ્રવેશ થાય છે. કલ્પનાથી પણ પર એવી શાંત દશામાં આત્મા પોતે ઠરી જાય છે. આવી અદ્ભુત દશા ચૈતન્યના સ્વસંવેદનરૂપ આત્મજ્ઞાનના પ્રતાપથી થાય છે.
આત્મસાક્ષાત્કાર થાય છે ત્યારે તેમના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવે છે. તેઓ જે કાંઈ કરે છે, જે કાંઈ જુએ છે, જે કાંઈ બોલે છે, જે કાંઈ વિચારે છે, જે કાંઈ સમજે છે, જે કાંઈ શ્રદ્ધે છે તે સર્વ દિવ્યતાથી વ્યાપેલું હોય છે. પરમાંથી તેમનાં અ ં-મમત્વનો નાશ થાય છે અને કર્તા-ભોક્તાપણાને વેદવાને બદલે હવે મુખ્યપણે તેઓ સાક્ષીરૂપે રહેવા લાગે છે. સર્વ દ્વન્દ્વોનું અને વિષમતાઓનું નિષ્ફળપણું તેમના આત્મામાં અપરોક્ષાનુભૂતિથી વિદિત થાય છે. સુખ-દુ:ખ, માન-અપમાન વગેરે સર્વ ભેદો તેમની દૃષ્ટિમાંથી ગળી જાય છે અને તેમના જીવનમાં સર્વત્ર એકરૂપ, અલૌકિક, સર્વોત્કૃષ્ટ આત્મદર્શનની જ મુખ્યતા થઈ જાય છે. તેમને જગતના સર્વ પદાર્થો જૂઠા, નીરસ, સત્ત્વહીન લાગે છે. તેમના હૃદયમાં શાંત રસનું અલૌકિક ઝરણું વહેવા લાગે છે, જેના કારણે પરમ તૃપ્તિ અનુભવાતી હોવાથી ધન-વૈભવ આદિ સંસારસુખનાં સાધનોને હવે તેઓ અંતરથી ઇચ્છતા નથી. તેમનું શ્રદ્ધાન હવે જગતના જીવોથી નિરાળું છે. તેમની અંતરંગ રુચિ અને પ્રીતિ હવે ચિદાનંદતત્ત્વમાં જ રહે છે.
જેમ બાળકને સાકરનો સ્વાદ મીઠો લાગવાથી તેને ફરી ફરીને સાકર ખાવાની ઇચ્છા થાય છે, તેમ ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો અલૌકિક સ્વાદ ચાખ્યા પછી જ્ઞાનીને ફરી ફરીને તે આનંદ અનુભવવાનું મન થાય છે. તેઓ પોતાનો ઉપયોગ ફરી ફરીને શુદ્ધ સ્વભાવ તરફ વાળે છે. તેમનો ઉપયોગ રાગાદિના પરિચયથી દૂર રહે છે. સહજાનંદી જ્ઞાયક આત્માની રમણતામાં મસ્ત રહેવા સિવાય બીજી કોઈ આકાંક્ષા તેમને રહેતી નથી. જ્ઞાનસમુદ્રમાંથી આત્મજ્ઞાનનું અમૃત એક વાર પીવાથી તે અમૃત પીવા માટે વધુ ને વધુ પિપાસા જાગે છે. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના ભણકારા તેમને સતત વાગ્યા કરે છે. કદાપિ ઉદયવશાત્ તેઓ ગૃહસ્થપણે હોય, પરિવાર સહિત હોય, વેપાર ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૨ (પત્રાંક-૮૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org