________________
૩૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તેને જ્યોતિષ, નાટ્ય, સામુદ્રિક, વૈદ્યક આદિ ભૌતિક શાસ્ત્રોમાં રસ નથી હોતો. જેમાં સંસારની અસારતા અને અશરણતાનું વર્ણન હોય, ચતુર્ગતિનાં દુઃખોનું વર્ણન હોય, કર્મની અનેક વિચિત્રતાઓનું નિરૂપણ હોય, ભૂતકાળમાં થઈ ગયેલા અનેક મહાપુરુષોના પવિત્ર અને પ્રેરણાદાયી જીવનપ્રસંગોનું આલેખન કર્યું હોય, જીવમાત્ર પ્રત્યે પ્રેમ અને આત્મીયતાભર્યો વ્યવહાર કરવાની પ્રેરણા આપી હોય, ભૌતિક તૃષ્ણા કે વાસનાની પુષ્ટિ ન કરી હોય પરંતુ તૃષ્ણા અને વાસના-વિકારોથી ઉપર ઊઠવાનું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હોય, મતમતાંતરનો આગ્રહ છોડાવનાર અને વાદવિવાદમાંથી મુક્ત કરાવે એવો બોધ હોય, સંસારી જીવોને દીર્ઘ કાળથી કોઠે પડી ગયેલા એવા સ્વચ્છેદ અને પ્રમાદનો નિષેધ કરી આત્મજાગૃતિની પ્રેરણા આપી હોય, જીવમાં રહેલાં અનેકવિધ દોષોનું નિરૂપણ કરી તે દોષોનું સ્પષ્ટપણે દર્શન કરાવ્યું હોય, શાંત રસમાં રુચિ ઉત્પન્ન કરાવી ચિત્તની ચંચળતામાં કારણભૂત એવા આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવા માટેની આજ્ઞા આપી હોય, વીતરાગતાનું માહાભ્ય વર્ણવ્યું હોય, વસ્તુસ્વરૂપને યથાર્થપણે દર્શાવી સંશયાદિ અનેક દોષોને ટાળી જ્ઞાનને નિર્મળ કરનારાં અને મોક્ષમાર્ગમાં જીવને સ્થિરતા ઊપજે તેવાં સાધનોનો સ્પષ્ટ નિર્દેશ કર્યો હોય, જીવાદિ તત્ત્વોનું યથાર્થ નિરૂપણ કર્યું હોય એવાં શાસ્ત્રોની પસંદગી સુપાત્ર જીવ પોતાની ઉન્નતિ અર્થે કરે છે.
સતુશાસ્ત્ર દ્વારા જીવને આત્મસ્વરૂપની સમજણ મળે છે. જીવે આજ સુધી આત્મસ્વરૂપનું જ્ઞાન નથી કર્યું, તેથી તે પોતાના આત્મવૈભવથી અજાણ રહ્યો છે. અનાદિથી પોતાની વસ્તુને ઓળખી નથી, તેને જાણવાની હોંશ લાવ્યો નથી, તેની પ્રસિદ્ધિ કરી નથી અને તેથી તે અનંત દુઃખનું ભાન બન્યો છે. સતુશાસ્ત્ર આત્મસ્વરૂપનો બોધ આપે છે કે આત્મા સત્ છે, ત્રિકાળી છે, પરિપૂર્ણ છે. તેનું સ્વરૂપ ઊણું, અધૂરું કે હીણું નથી. તેથી તેનામાં બહારથી પૂર્તિ કરવા જેવું રહેતું નથી. પરિપૂર્ણ સ્વભાવને કોઈની મદદ, પ્રેરણા કે આધારની જરૂર નથી. તે નિત્ય છે, ધ્રુવ છે, સ્વાધીન છે, શુદ્ધ છે. જળપાત્રમાં તેલનું બિંદુ ઉપર તર્યા કરે છે, તેવી રીતે વર્તમાનમાં અખંડ આત્મદ્રવ્ય ઉપર રાગ-દ્વેષની મલિનતા તરે છે, પણ તે ગૌણ કરવા યોગ્ય છે. જેમ તળાવ ઉપર પથરાઈ ગયેલી લીલને બાજુ ઉપર ખસેડવાથી અંદરના સ્વચ્છ જળથી તૃષા છિપાવી શકાય છે, તેમ દ્રવ્યદૃષ્ટિ કરવાથી વિભાવભાવની નીચે જે ત્રિકાળ સહજાનંદી, સ્વરૂપાનંદી, પરમાનંદી, પૂર્ણાનંદી, જ્ઞાનાનંદી, અખંડાનંદી, સચ્ચિદાનંદી, નિત્યાનંદી, ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકત, ‘અધ્યાત્મકલ્પદ્રમ', અધિકાર ૮, શ્લોક ૪
'मोदन्ते बहतर्कतर्कणचणाः केचिज्जयाद्वादिनां, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org