________________
ગાથા-૧૩
૨૯૯
પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ કે રાગ-દ્વેષ-મોહ ભાવ વડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શિખવાડે પણ હતી જ અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલું થવાની તેમણે શું શિક્ષા આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો. એટલા માટે એવાં શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય નથી.”૧
શાસ્ત્રો ઘણાં છે. કોઈ એક વિષયના જ શાસ્ત્રોનું અધ્યયન જીવનભર કરતા રહેવામાં આવે તોપણ પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે ધ્યેય વિષે નિશ્ચિત દષ્ટિ કેળવી, બુદ્ધિ અને સમયની મર્યાદાઓને ખ્યાલમાં રાખી, શાસ્ત્રોની વિવેકપૂર્વક પસંદગી કરવામાં આવે તો વિશેષ લાભ થાય. નિત નિત, નવું નવું વાંચવા કરતાં થોડાં શાસ્ત્રોનું વારંવાર અધ્યયન વિશેષ ઊંડાણમાં લઈ જતું હોવાથી તે વિશેષ લાભદાયી થાય છે. વિવેક અને પસંદગી વિના જિંદગીભર શાસ્ત્રો ભણવાથી આત્મોન્નતિની દૃષ્ટિએ યથાર્થ લાભ થતો નથી. પરંતુ જો ચિત્તને ઇન્દ્રિયોના વિષયો અને ઔદયિક ભાવોમાંથી પાછું વાળી લઈ, સંકલ્પ-વિકલ્પોથી મુક્ત કરી, આત્મામાં લીન કરવાનું ધ્યેય દૃષ્ટિ સમક્ષ હોય તો સાધનામાર્ગમાં શાસ્ત્રનું સ્થાન પણ સમજાય છે અને કેવા પ્રકારનું શ્રુત વાંચવું આવશ્યક છે તે પણ સમજાય છે, માટે જે શાસ્ત્રો દ્વારા ચેતન-જડની સમજણ મળે તથા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય, આરાધનામાં મદદરૂપ થાય તેવાં શાસ્ત્રોને સત્પાત્ર જીવ ગ્રહણ કરે છે. ૩
આત્મજ્ઞાની સદ્ગુરુનો યોગ ન હોય તેવા સંજોગોમાં સુપાત્ર જીવ જાગૃતિપૂર્વક શાસ્ત્રોને પારખીને ગ્રહણ કરે છે. વાસનાઓ, વિકારો, ક્ષુદ્ર તૃષ્ણાઓને પોષણ અને ઉત્તેજન આપનારાં તથા સ્વમત-પંથ-સંપ્રદાય સિવાયના અન્ય મત-પંથો પ્રત્યે દ્વેષ, વૃણા કે તિરસ્કારની લાગણી બહેકાવનારાં એવાં કહેવાતાં શાસ્ત્રોને તે ગ્રહણ નથી કરતો. ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૧,
પૃ.૧૪-૧૫ ૨- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૧, શ્લોક ૧૨૭
'अल्पायुषामल्पधियामिदानीं कुतःसमस्तश्रुतपाठशक्तिः ।
तदत्र मुक्ति प्रति बीजमात्रमभ्यस्यतामात्महितं प्रयत्नात् ।।' ૩- જુઓ : (૧) શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૯ (પત્રાંક-૧૨૧)
“પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો.'
(૨) એજન, પૃ.૬૧૮ (પત્રાંક-૮૨૫) ‘શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભૂતનો પરિચય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org