________________
ગાથા-૧૩
૩૦૧
નિર્મળાનંદી, સત્યાનંદી આત્મસ્વભાવનો પરિચય થાય છે અને તેને ઓળખવાથી અનાદિ કાળની અંધાપારૂપ જૂઠી દૃષ્ટિ ટાળી શકાય છે. આ રીતે પણ આત્માદિનું અસ્તિત્વ નિરૂપનારાં શાસ્ત્રનાં અવલંબને જીવ પોતાના સ્વરૂપની સાચી સમજણ કરી આત્મકલ્યાણ સાધી શકે છે.
સુપાત્ર જીવ જે શાસ્ત્રો દ્વારા આત્મહિતનું પ્રયોજન સધાતું હોય તે શાસ્ત્રો ભૂમિકાનુસાર અપનાવે છે. તે સર્વ પ્રથમ તો ઉપદેશબોધને આત્મામાં પરિણમાવે છે, પછી સિદ્ધાંતબોધનો અભ્યાસ કરે છે, કારણ કે સિદ્ધાંતબોધની યોગ્યતા પામવા અર્થે ઉપદેશબોધનો અભ્યાસ અનિવાર્ય છે. ઉપદેશબોધનું બળ વધવાથી જીવના ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે અને સરળતાથી સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. પોતાના અંતરમાં વૈરાગ્ય-ઉપશમને દઢ કરી, આત્મસ્વરૂપનો નિર્ણય કરતાં જીવને સમજાય છે કે વિશ્વની કોઈ પણ વસ્તુ, જગતનો કોઈ પણ પદાર્થ મારે માટે હિતકારી નથી, મારા હિતરૂપ તો મારું આત્મતત્ત્વ છે. હું જ્ઞાનમાત્ર છું, કેવળ જ્ઞાનસ્વરૂપ છું, માત્ર જ્ઞાનજ્યોતિસ્વરૂપ છું. હું મારામાં પૂર્ણ છું. કલ્પનાઓ વડે થતી રચનાથી દુ:ખ ઊભું થાય છે, અન્યથા મારામાં દુઃખ નથી. સ્વરૂપથી તો હું પૂર્ણ આનંદસ્વરૂપ જ છું.’ આમ, પોતાના સ્વરૂપનું ભાન થતાં અવિદ્યાના સંસ્કારોની પકડ જીવ ઉપરથી ઢીલી પડતી જાય છે અને પરસમ્મુખતા ટળી સ્વરૂપસન્મુખતા થતી જાય છે.
આમ, સતુશાસ્ત્ર જીવના વિકાસમાં ખૂબ ઉપકારક નીવડે છે. જે જે તત્ત્વ બુદ્ધિગમ્ય છે, તર્ક વડે સમજી શકાય છે, અનુમાન વડે પ્રમાણિત થઈ શકે છે અને અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે; તે તે તત્ત્વો બતાવીને તો શાસ્ત્રો ઉપકાર કરે જ છે; તેમજ દૂરકાળવત, દૂરક્ષેત્રવર્તી પદાર્થો, સ્વર્ગ, નરક અને અતિ સૂક્ષ્મ એવા એકેન્દ્રિય જીવો વગેરેનું દિગ્દર્શન કરાવી ત્રીજું નેત્ર પણ પૂરું પાડે છે. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓનાં રચેલાં શાસ્ત્રોના પ્રભાવથી સુપાત્ર જીવ પોતાના સાચા સ્વરૂપનું, મોક્ષમાર્ગનું, અદષ્ટ અને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને સાધનામાર્ગે પ્રગતિ કરી શકે છે. શાસ્ત્રોમાં જ્ઞાનીઓનાં ચિંતન, અનુભવ, પરીક્ષણ અને નિચોડનાં તત્ત્વ નિરૂપાયેલાં હોય છે. પુરુષો જ્ઞાનદશાને સંપ્રાપ્ત કર્યા પહેલાં મુમુક્ષુતામાં યથાર્થપણે પ્રવર્તીને, અનેક વિપરીત ઉદયો સામે લડતાં લડતાં તે ભૂમિકાથી આગળ વધીને અનુભૂતિ પર્યત પહોંચ્યા હોય છે. તે વખતે જે જે પ્રકારે તેઓ પ્રવર્યા હતા, તેનું અનુભવપૂર્વકનું વર્ણન તે તે મહાત્માઓએ વિશદ, ભાવવાહી શૈલીમાં કર્યું છે. આ રીતે જ્ઞાનદશા તથા સાધનદશા અંગે માર્ગદર્શન આપી તેમણે મુમુક્ષુ જીવો ઉપર પરમ ઉપકાર કર્યો છે. તેમાંથી સુપાત્ર જીવને સાધના માટે જરૂરી સ્કૂર્તિ, પ્રોત્સાહન, માનસિક બળ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org